વડોદરા ક્રાઇમ ન્યુઝ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપરથી વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થતું કન્ટેનર ઝડપાયું, 21.87 લાખનો મુદ્દામાલ જપ્ત - Alviramir

વડોદરા ક્રાઇમ ન્યુઝ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપરથી વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થતું કન્ટેનર ઝડપાયું, 21.87 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા23 મિનિટ પહેલા

આ કન્ટેનરમાં વિદેશી દારુ લઇ જવાતો હતો

  • વિદેશી દારૂનો જંગી જથ્તો રાજકોટમાં લઇ જવાતો હતો

વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે તાલુકા પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભેરલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. પોલીસે રૂપિયા 15.85 લાખની કિંમતના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે કન્ટેનર ચાલક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને વિદેશી દારૂ મંગવાનાર રાજકોટના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

કન્ટેનરમાં વિદેશી દારુ લઇ જનાર આરોપી

કન્ટેનરમાં વિદેશી દારુ લઇ જનાર આરોપી

એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે પોલીસે વોચ ગોઠવી
વડોદરા તાલુકા પોલીસ મથકના સિનીયર પી.એસ.આઇ. વી.જી. લાંબરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાલુકા પોલીસને માહિતી મળી હતી કે, વિદેશી દારૂ ભેરલું કેન્ટેનર હાલોલથી નીકળ્યું છે. અને આ કેન્ટેનર એક્સપ્રેસ હાઇવે ઉપર થઇને અમદાવાદ તરફ જવાનું છે. આ માહિતીના આધારે વહેલી સવારે તાલુકા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ, પો.કો. ધવલસિંહ, હરપાલસિંહ, મેહુલસિંહ તેમજ દિવ્યાબહેનની એક્સપ્રેસ હાઇવે ઉપર ટોલનાકા પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી.

કન્ટેનરમાં વિદેશી દારૂ લઇ જનાર આરોપી

કન્ટેનરમાં વિદેશી દારૂ લઇ જનાર આરોપી

કન્ટેનરમાંથી વિદેશી દારૂની 339 પેટી ઝડપાઇ
દરમિયાન, એક્સપ્રેસ હાઇવે ઉપર આવી રહેલા બાતમીવાળા કન્ટેનરને વોચમાં ઉભેલી પોલીસે રોક્યું હતું. અને કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 339 પેટી મળી આવી હતી. પેટીઓમાંથી 8088 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 15, 85,800 ની કિંમતનો દારૂનો જથ્થો, રૂપિયા 6 લાખની કિંમતની કન્ટેનર, 3 મોબાઇલ ફોન વિગેરે મળી કુલ્લે રૂપિયા 21,87,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તે સાથે પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો લઇને આવી રહેલા મહેન્દ્રસિંગ ભવરસીંગ પાસવાન ( રાજપુત) રહે. હીડોલી ગામ, રાજસ્થાન) અને લચ્છીરામ રામદાસ અહીરવાર (રહે. દોરીયા ગ્રામ, છત્તરપુર, મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી હતી.

વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી પાડેલું કન્ટેનર

વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી પાડેલું કન્ટેનર

આ દારૂનો જથ્થો દિલ્હી ખાતેથી ભરાવવામાં આવ્યો હતો
પોલીસે ઝડપી પાડેલા મહેન્દ્રસીંગ અને લચ્છીરામની વિદેશી દારુ અંગે પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના ટોંક ખાતે રહેતા બબલુ નામના વ્યક્તિએ દિલ્હી ખાતે આવેલા કરનાલ રોડ ઉપરથી ભરાવ્યો હતો. અને આ જથ્થો રાજકોટ ખાતે લઇ જવામાં આવતો હતો. રાજકોટ પહોંચ્યા બાદ જે વ્યક્તિએ દારૂ મંગાવ્યો હતો. તેણે ફોન કરવાનો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે રાજસ્થાનના બબલુ અને રાજકોટમાં દારૂ મંગાવનાર વ્યક્ત સહિત ચાર વ્યક્તિઓ સામે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment