વડોદરા પાલિકાનું કચરા કૌભાંડ:4 મહિના સુધી 25 હજાર પોઈન્ટ પર કચરો ઉઠાવવા નહીં ગયેલા ડોર ટુ ડોરના વાહનને અધિકારીઓની 1.50 કરોડની પેનલ્ટી માફી! - Alviramir

વડોદરા પાલિકાનું કચરા કૌભાંડ:4 મહિના સુધી 25 હજાર પોઈન્ટ પર કચરો ઉઠાવવા નહીં ગયેલા ડોર ટુ ડોરના વાહનને અધિકારીઓની 1.50 કરોડની પેનલ્ટી માફી!

 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • 1.50 Crore Penalty Waived By The Officials To The Door to door Vehicle That Did Not Collect Garbage At 25 Thousand Points For 4 Months!

વડોદરા6 કલાક પહેલા

 • કૉપી લિંક

ડોર ટુ ડોરના ઓનલાઇન ડેટામાં જે વાહન સ્થળ પર ગયું નથી, જેથી મિસ્ડની નોંધ કરવામાં આવી હતી.

 • પોલમપોલ ઉઘાડી પડી – ભાજપના જ કોર્પોરેટરનો આક્ષેપ, ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો સાથે વોર્ડના અધિકારીઓની સાંઠગાંઠ
 • મે મહિનામાં 6700 સ્પોટ પર વાહન ન ગયાં છતાં ઓલ રૂટ કવર બતાવ્યા
 • પાલિકાના જ બે દસ્તાવેજ, ઓનલાઈન ડેટામાં વાહનનો પોઈન્ડ મિસ્ડ જ્યારે રિપોર્ટમાં ઓલ રૂટ કવર

ભાજપના જ કાઉન્સિલરે શહેરમાં સ્વચ્છતાના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જીપીએસ ટ્રેકિંગ કરતી, ડોર ટુ ડોરના ઇજારદાર અને વોર્ડના અધિકારીઓએ ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનોએ જે સ્થળે કચરો ન ઉપાડ્યો હોય તેમ છતાં ઉપાડયાનો રિપોર્ટ બનાવી 1.50 કરોડની પેનલ્ટી વસૂલી નથી અને પાલિકાને કરોડનું નુકસાન પહોંચાડ્યું છે.

ડોર ટુ ડોર કલેકટશનમાં 368 વાહનો મારફતે કચરો ઉપાડાય છે
ચાર ઝોનમાં ડોર ટુ ડોર કલેકટશનમાં કુલ 368 વાહનો મારફતે કચરો ઉપાડાય છે. જેમાં પૂર્વ ઝોનમાં 65 વાહનો પૈકી દરેક વાહને 70 સ્થળોએથી કચરો ઉપાડવાનો હોય છે. પરંતુ ભાજપના વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષીએ જણાવ્યું હતું કે છેલ્લા 4 મહીનાથી ઓબ્ઝર્વેશન કરતા માલુમ પડ્યું હતું કે માત્ર મેં મહિનામાં જ વાહનોએ તેમના રૂટના 6700 સ્થળ મિસ કર્યા છે એટલે કે 6700 સ્થળોએ વાહન કચરો લેવા પહોંચ્યા જ નથી.

કૌભાંડ આચારી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડ્યુ
ફેબ્રુઆરીથી મે મહિના સુધીમાં અંદાજીત 25 હજાર જેટલા પોઇન્ટ મિસ કરાયા છે છતાં તેનું 600 રૂપિયા લેખેની રૂ.1.50 કરોડની પેનલ્ટી વસુલ કરાઇ નથી. આમ લોકોને સુવિધા તો મળી નથી ઉપરાંત બીલનું ચુકવણું કરાયું અને કરોડોની પેનલ્ટી વસુલ ન કરી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પર વાહનોના જીપીએસ ટ્રેકિંગ કરતા ઈજારદર, વોર્ડના અધિકારીઓ અને ડોર ટુ ડોરના ઇજારદારે સુનિયોજિત રીતે કૌભાંડ આચારી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા સાથે લોકો માટે અસુવિધાઓ ઉભી કરી છે. આ કૌભાંડ સપાટી પર આવ્યા બાદ આશિષ જોષીએ ઇજારદારને જાન્યુઆરીથી મે સુધી કેટલા બિલ ચૂકવ્યા અને કેટલી પેનલ્ટી વસુલી તેની માહિતી માગી છે.

કેવી રીતે આખું કૌભાંડ આચર્યું ?

 • સીસીસીમાં બેસતા એ.એન.એસ નામના ઇજારદારે ચાર ઝોનમાં ડોર ટુ ડોરના વાહનો પર લાગેલા જીપીએસને ટ્રેક કરવાનું અને પોઇન્ટ મિસ કર્યા હોય તો તેનો રિપોર્ટ બનાવવાનું છે.
 • જે વાહન નક્કી કરેલા રૂટ પર ન જાય તો સીસીસીમાં તે પોઇન્ટ મિસ બતાવે છે. જેના કારણે તે મિસ પોઇન્ટ ગણાય છે.
 • હવે ઇજારદારે તે મિસ પોઇન્ટને સાઈડ પર મૂકી વાહનો બધા જ પોઇન્ટ પર ફર્યા છે તેવો રિપોર્ટ મુક્યો.
 • બીજી તરફ જે રૂટ પર વાહન ન જતું હોવાની ફરિયાદોને વોર્ડના અધિકારીઓએ નજર અંદાજ કરી કોઈ કાર્યવાહી ન કરી.

(કાઉન્સિલર આશિષ જોશીના જણાવ્યા મુજબ)

16 જુલાઈના રિપોર્ટમાં એક જ નંબરના વાહનના ઓનલાઈન ડેટા અને રિપોર્ટમાં તફાવત જણાયો
16 જુલાઈએ ઓનલાઈન જોતા વોર્ડ 1માં 1018 નંબરના વાહનના જ 30 પોઇન્ટ મિસ બતાવ્યા હતા. જ્યારે એ.એન.એસ કંપનીએ મુકેલા રિપોર્ટમાં એકપણ રિપોર્ટ મિસ બતાવ્યો નહતો. અન્ય વાહનો મળી કુલ 453 જેટલા મિસ પોઇન્ટ હતા. પરંતુ રિપોર્ટમાં એક પણ મિસ પોઇન્ટ નહિ બતાવી ઇજારદારને પેનલ્ટીથી બચાવાઇ રહ્યો છે.

મ્યુ. કમિશનરને ફરિયાદ કરતાં 14 મહિનાનો ડેટા ગાયબ : રૂ. 25 કરોડના કૌભાંડની શંકા
વોર્ડ 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે તેઓ સતત ચાર મહિનાથી દેખરેખ રાખી 18 મહિનાનું ઇજારદારોનું કામ ઓનલાઈન જોતા હતા. આ સુનિયોજિત કૌભાંડ વિશે મ્યુનિ. કમિશનરને શનિવારે જાણ કરતા જ તેમણે અધિકારીઓ પાસે ડે ટુ ડે ની કામગીરીનો રિપોર્ટ માંગ્યો હતો. જેથી પોતે કરેલા કાળા કામ છતાં ન થાય તે માટે અધિકારીઓ દ્વારા 18 પૈકી 14 મહિનાના ડેટા ઉડાવી દેવાયા છે.કોર્પોરેટરે વધુમાં જણાવ્યું હતું કે બાકીના 4 મહિનાના ડેટા પણ ઉડી જશે તેવુ માની મેં ફેબ્રુઆરીથી મે મહિના સુધીના ડેટાની માહિતી કઢાવી લીધી હતી. જોકે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને તમામ ડેટા નહિ મળે તો ચાર મહિનાના ડેટાને વેલિડ ગણી પોલીસ કાર્યવાહી સુધીના પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું છે. આ અંગે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલનું મંતવ્ય જાણવા મોબાઇલ ફોન પર સંપર્ક કરતા થઇ શક્યો ન હતો. સોલિડ વેસ્ટ વિભાગના વડાધિકારી શૈલેષ નાયક પણ ટીપ્પણી માટે ઉપલબ્ધ ન હતા. એક જ ઝોનના 18 મહિનામાં અંદાજે 6.50 કરોડનું કૌભાંડ હોવાની શંકા સાથે 4 ઝોનમાં રૂા. 25 કરોડનું કૌભાંડ હોવાની શકયતા દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment