નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

- સર્વે ટુકડીઓ બનાવી સર્વેની કામગીરી હાથ ધરાવામાં આવી
નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ બાદ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વે ટુકડીઓ દ્વારા હાથ ધરાયેલી સર્વેની કામગીરી અંતર્ગત 1413જેટલી વ્યક્તિઓને કેશડોલ્સ પેટે 2,71,400ની સહાયની રકમ ચૂકવવામાં આવી છે. તદ્ઉપરાંત ઘરવખરી સહાય અન્વયે 261 વ્યક્તિઓને 4,90,100ની સહાય તેમજ 37 વ્યક્તિઓને 66,600ની રકમ કપડા સહાયની રકમ પેટે ચૂકવવામાં આવી છે.

સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવી
તેવી જ રીતે સંપૂર્ણ નાશ પામેલ 24 જેટલા કાચા મકાનોના માલિકને 3,70,400 ની સહાય, અંશત: નાશ પામેલ 76 કાચા મકાનોના માલિકને 1,63.200ની સહાય ચુકવવામાં આવી છે. તદ્ઉપરાંત પશુ મૃત્યુના કિસ્સામાં 14 નાના પશુઓ માટે 51,000 તથા 7 મોટા પશુઓ માટે 1,35,000ની સહાય ચૂકવવામાં આવી છે. હજી પણ સહાયથી બાકી રહેલા કિસ્સાઓમાં ઉક્ત સહાય ચૂકવવાની ઝડપભેર કામગીરી જિલ્લામાં જારી રહેલ છે.

