વરસાદી પાણીથી સ્થિતિ વણસી:નાડીયાવાસમાં પાણી ભરાઈ જતા કાદવ-કિચ્ચડના થર જામ્યાં; પાણીમાં લીલ આવી જતા ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ડર - Alviramir

વરસાદી પાણીથી સ્થિતિ વણસી:નાડીયાવાસમાં પાણી ભરાઈ જતા કાદવ-કિચ્ચડના થર જામ્યાં; પાણીમાં લીલ આવી જતા ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ડર

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું કૂવાના દેડકા છો કૂવામાં રહો,ગંદકીમાં પડ્યા રહો અને ગંદકીમાં જ મરો.

ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ નાડીયાવાસમાં પાણીનો નિકાલ ન થવાના કારણે ચારેકોર કાદવ કીચ્ચડ અને પાણીનો ભરાવો તથા લીલના થર જામી ગયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ઘરની બહાર પાણીનો ભરાવો કાદવ કીચડ અને લીલના થરેથર જામી ગયેલા જોવા મળ્યા હતા જેના કારણે રાત્રિ દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને કોલેરા જેવા ભયગ્રસ્ત રોગ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

સ્થાનિક લોકોએ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો
ગોધરા નગરપાલિકા માં ટેક્સ ભરવા છતાં પણ તેઓ પોતાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. છેલ્લા બે મહિનાથી આ વિસ્તારમાં પાણીનો ભરાવો કાદવ કીચડ અને લીલના થરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર અને કલેકટર કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઘરે-ઘરે બિમારીના કેસો જોવા મળી રહ્યા છે, ત્યારે ગોધરા નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર પ્રજાલક્ષી કામોમાં રસ દાખવતા નથી તેવી સ્પષ્ટતા સ્થાનિક લોકોએ કરી હતી.

સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું કૂવાના દેડકા છો કૂવામાં રહો,ગંદકીમા પડ્યા રહો અને ગંદકીમાં જ મરો
ગોધરાના નાડીયાવાસ વિસ્તારમાં ચોમાસા પહેલાંની સમસ્યાઓ છે. પાણીનો નિકાલ ન હોવાના કારણે ચારેકોર કાદવ કીચડ અને લીલના થરનું સામ્રાજ્ય ફેલાયું છે. છેલ્લા બે મહિનાથી કલેક્ટર કચેરી અને નગરપાલિકા માં અરજીઓ આપી થાકી ગયા કોઈ રસ્તો કાઢી આપો આ ઉચ્ચારણો કરતા આ સ્થાનિક લોકોની વેદનાથી હર કોઈનું હ્દય પીગળી જાય. આ વોર્ડમાંથી ચાર સભ્યોને ચુંટણીમાં આ વિસ્તારના લોકોએ જીતાડ્યા છે પરંતુ એક પણ સભ્યને આ લોકો પર દયા આવતી નથી ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર અને નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જવાબ ન મળતાં આખરે આ વિસ્તારના જાગૃત નાગરિકે પીએમ પોર્ટલ ઉપર અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment