વરસાદ થંભ્યો પણ મોતના સિલસિલા જારી:માંડવીની રૂકમાવતી નદીમાં ડૂબવાથી યુવાનનું મોત, મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાયો - Alviramir

વરસાદ થંભ્યો પણ મોતના સિલસિલા જારી:માંડવીની રૂકમાવતી નદીમાં ડૂબવાથી યુવાનનું મોત, મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાયો

ભુજએક કલાક પહેલા

  • કૉપી લિંક

માંડવી

  • મોટા કાદીયા ગ્રા. પં.ની કચેરીમાં વિજ આંચકો મજૂરને ભરખી ગયો
  • મૂરૂ ગામે 17 વર્ષની સગીરાએ ફાંસો ખાઇ જીવ દીધો

પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવોમાં બે યુવાન અને એક સગીર કન્યના અકાળે મોત નિપજ્યા છે. સોમવારે બપોરે માંડવી શહેરની રૂકમાવતી નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જવાથી મોત, તો, નખત્રાણા તાલુકાના મૂરૂ ગામે 17 વર્ષની સગીરાએ ગળે ફાસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જ્યારે મોટા કાદીયા ગામે ગ્રામ પંચાયતની કચેરીમાં કલર કામ કરી રહેલા નાના અંગિયાના શ્રમજીવીનું વિજ આંચકાથી મૃત્યુ થયું હતું. બનાવને લઇ મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો.

માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે ત્રણ વાગ્યા પહેલા બન્યો હતો. માંડવી ખાતે રહેતા મુળજી મોહન કૉલી (ઉ.વ.30) નામનો યુવાન માંડવીની રૂકમાવતી નદીમાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસથી સંકળો લોકો દોડી આવ્યા હતા. યુવાનને નદીમાંથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કરતાં માંડવી પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી કરી હતી.

જ્યારે નખત્રાણા તાલુકાના મૂરૂ ગામે મતિયાવાસમાં રહેતા 17 વર્ષીય દિપાલીબેન લાખાભાઇ મહેશ્વરી નામની સગીરાએ કોઇ અગમ્ય કારણોસર રવિવારે પોતાના ઘરે રસોડામાં લાકડાની આડી પર દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાને તુરંત નખત્રાણા સરકારી દવાખાનામાં લઇ જવાતાં હાજર પરના તબીબે મૃત જાહેર કરતાં નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

નખત્રાણા તાલુકાના મોટા કાદિયા ગામે આવેલી ગ્રામ પંચાયતની કચેરીમાં સોમવારે સવારે સાડા અગ્યાર વાગ્યાના અરસામાં કલર કામ કરી રહેલા નાના અંગિયા ગામના કાસમ જુણસ પરમાર (ઉ.વ.26)ને દિવાલમાંથી પસાર થતા અર્થિંગને કારણે વિજ કરંટ લાગ્યો હતો. હતભાગીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતાં સારવાર પહેલાં જ મોત આંબિ ગયું હતું. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.

આધોઈમાં એસીડ પી 18 વર્ષીય યુવતીનો આપઘાત
આ અંગે સામખિયાળી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં આધોઈ ખાતે રહેતી 18 વર્ષીય કાંતાબેન પ્રેમજીભાઈ કોલીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસિડ પી લીધું હતું. જેથી તેને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 2 કલાકની સારવાર બાદ યુવતીએ દમ તોડ્યો હતો. જે બનાવ અંગે સામખિયાળી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment