વરસાદ બાદની તારાજીના દ્ર્શ્યો:છોટા ઉદેપુરમાં ભારે વરસાદને પગલે નાળા અને રસ્તા તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા, જીવના જોખમે નાળુ પસાર કપવા મજબુર - Alviramir

વરસાદ બાદની તારાજીના દ્ર્શ્યો:છોટા ઉદેપુરમાં ભારે વરસાદને પગલે નાળા અને રસ્તા તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા, જીવના જોખમે નાળુ પસાર કપવા મજબુર

છોટા ઉદેપુર12 મિનિટ પહેલા

  • 8 જેટલા ગામોના લોકોને 15થી 25 કિલોમીટરનો ફેરવો ફરવાનો વારો આવ્યો

રવિવારે પડેલા વરસાદને પગલે ઠેર-ઠેર નદી નાળા છલકાઈ ગયા હતા. ત્યારે પાંચ દિવસ પછી નદી – નાળામાં પાણી ઉતરી જતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના ખાંટીયાવાંટથી માનાવાટ જવાના રસ્તા પરના કોતરમાં ભારે પુર આવી જતા 42 વર્ષ જૂનું નાળું વચ્ચેથી જ તૂટી ગયું હતું. આ નાળું તૂટી જવાને કારણે પંથકના 8 જેટલા ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ તો પંથકના લોકો જીવના જોખમે કોતરમાંથી પસાર થઈ રહ્યા છે.

ગામોના લોકોને 15થી 25 કિલોમીટરનો ફેરવો ફરવાનો વારો આવ્યો
આ રસ્તો છોટા ઉદેપુર જીલ્લા મથકને જોડતો રસ્તો હોવાને કારણે છોટા ઉદેપુર માટે પંથકમાં તેમજ છેક કોસિન્દ્રા સુધીના લોકોને લાંબો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે. જીલ્લાના અન્ય હરખપૂરથી વાંટાને જોડતા માર્ગ પર પણ નાળું કોતરમાં ધસમસતા પ્રવાહમાં તૂટી ગયું છે. જેને લઇને પંથકના 8 જેટલા ગામોના લોકોને 15થી 25 કિલોમીટરનો ફેરવો ફરવાનો વારો આવ્યો છે. આ નાળું તૂટતાં નજરે જોનારે તેમની આંખોદેખી હકીકત વર્ણવી હતી. અને કહ્યું કે, સૌથી પહેલા પુલની આજુ-બાજુની માટી ધસી ગઈ અને પુલ 15 મિનિટ બાદ તૂટીને પાણીમાં ગરકાવ થઈ ગયો.

સ્થાનિક લોકો જીવના જોખમે નાળું પસાર કરી રહ્યા છે
જીલ્લાના રાજબોડેલીને જોડતો એપ્રોચ માર્ગ પણ નર્મદા માઈનોર કેનાલ ભારે વરસાદના પાણીના કારણે તૂટી જતાં ધોવાઈ ગયો છે. આ રસ્તો રાજબોડેલીનો એકમાત્ર રસ્તો છે, જે ધોવાઈ જતાં 108 પણ આવી શકે તેમ નથી.​​​​​​​ પાવી જેતપુરમાં ચુડેલ ગામથી કલારાનીને જોડતા માર્ગ પર નાળું કોતરમાં ધસમસતા પાણીમાં તૂટી ગયું છે. જેને લઇને પંથકના 12 જેટલા ગામના લોકોને 15 કિલોમીટરનો ફેરવો ફરવાનો વારો આવ્યો છે. આ નાળું તૂટી જતાં સ્થાનિક લોકો જીવના જોખમે નાળું પસાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment