વરસાદ બાદ પણ પાણી ન ઓસરર્યા:વેરાવળના વિસ્તાર બેટમાં હોવાથી રહીશો પર રોગચાળાનું જોખમ, બાળકોને શાળાએ લેવા-મુકવા તેમજ કામકાજ અર્થે બહાર જવામાં હાલાકી - Alviramir

વરસાદ બાદ પણ પાણી ન ઓસરર્યા:વેરાવળના વિસ્તાર બેટમાં હોવાથી રહીશો પર રોગચાળાનું જોખમ, બાળકોને શાળાએ લેવા-મુકવા તેમજ કામકાજ અર્થે બહાર જવામાં હાલાકી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • As The Area Of Veraval Is In Bat, There Is Risk Of Epidemic On The Residents, It Is Difficult To Take And Drop Children To School And Go Out For Business Purposes.

ગીર સોમનાથ (વેરાવળ)31 મિનિટ પહેલા

  • પંચાયત દ્વારા ભરાયેલા પાણીના નિકાલની કામગીરી કરવાની માત્ર વાતો જ કરી રહ્યાનો રહીશોનો આક્ષેપ

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લીધાને એક અઠવાડિયા જેવો સમય વિતી ગયો હોવા છતાં વેરાવળ તાલુકાના ભાલપરા ગામના વિકસિત કૃષ્ણનગર વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી સ્થાનિકો હજુ બેટની પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સહિતના સ્થાનિકો પરેશાની ભોગવી ગ્રામ પંચાયત નિકાલની કોઈ કામગીરી ન કરતા હોવાથી મજબુરીવંશ સહન કરી રહ્યા છે. તો ગ્રામ પંચાયતના શાસકો કહે છે કે, સતત પડેલા ભારે વરસાદના કારણે જમીનમાંથી રેચ ફૂટયા છે, જે બંધ થશે એટલે ત્વરીત પાણી નિકાલની કામગીરી હાથ ધરવા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ભરાયેલા પાણીથી મચ્છરોના ઉપદ્રવથી લોકો બીમાર પડવા લાગ્યા
વેરાવળ નજીકના ભાલપરા ગ્રામ પંચાયતમાં આવતા વિકસિત થઈ રહેલા કૃષ્ણનગર વિસ્તારમાં વરસાદ બંધ થયાના એક અઠવાડિયુ વિતી ગયું હોવા છતાં લોકો બેટની સ્થિતિમાં રહેવા મજબુર બન્યા છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા દિપાલીબેનના જણાવ્યા મુજબ બાળકોને શાળાએ મૂકવા જવા તથા વૃદ્ધોને ઘર બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અઠવાડિયાથી ભરેલું વરસાદી પાણી હવે ભારે દુર્ગંધ મારી રહ્યુ હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે રહીશો બીમાર થઈ રહ્યા છે પરંતુ આ ભરાયેલા પાણીના નિકાલ અંગે જાણ કરી હોવા છતાં થયો નથી.

ભરાયેલા પાણીમાંથી નાગ – દેડકા આવી રહ્યાથી લોકોમાં ડર
જ્યારે રહીશ કિરીટભાઈ અને હમીરભાઈના જણાવ્યા મુજબ કૃષ્ણનગર વિસ્તારમાં રોડ, રસ્તા અને ગટર હજુ સુધી ગ્રામ પંચાયતે બનાવેલ નથી. જેના કારણે આ ભરાયેલા પાણીમાં નાગ, દેડકા વગેરેનો ભય રહે છે. તો ગંદકીના કારણે રોગચાળો વકરવાની ભીતિ રહે છે. આ સમસીયા બાબતે સરપંચને કહ્યું તો તે કહે છે કે..કરી આપીશું અને પાણીનો નિકાલ થઈ જશે તેવું કહે છે. પરંતુ પાણીનો નિકાલ કોઈ કરતું નથી અને લોકોનું કોઈ સાંભળતું નથી તેવો આક્ષેપ કર્યો હતો.

જમીનમાંથી રેચ ફૂટતા હોવાથી નિકાલ કરવાની સમસ્યા છતાં કામગીરી કરવા કટીબધ્ધ
તો ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિક્રમભાઈ પટાટએ જણાવેલ કે, ભાલપરાની તમામ સોસાયટી વિસ્તારોમાં રોડ રસ્તા અને ગટર બનાવેલ છે. પરંતુ આ કૃષ્ણનગર વિસ્તાર તાજેતરનો વિકસિત વિસ્તાર છે. આમાં ખેતરોની જમીન હોવાને કારણે ભારે માત્રામાં વરસાદ વરસ્યો હોવાથી જમીન પાણી પાછું આપતું હોવાના કારણે જમીનમાંથી રેચ ફુટી રહ્યા છે. ઉપરાંત દરીયા કિનારો નજીક હોવાથી મીઠું પાણી જમીનમાં જતા ખારું પાણી આપોઆપ બહાર આવે છે. આવી મુશ્કેલી હોવા છતાં અમે આ વિસ્તારમાં પંપો મુકીને ભરાયેલા પાણીનો નિકાલ કરી રહ્યા છીએ પરંતુ જમીન પાણી પરત આપી રહ્યુ હોવાથી આ સમસ્યા ઉભી થઈ છે. અમો લોકોની સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવવા કટિબધ્ધ છીએ.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment