વાહન વ્યવહાર ખોરવાયો:અબડાસાના મોથાળા ગઢશીસા ધોરીમાર્ગ પરના નરેડી પાસે જર્જરિત માર્ગના કારણે અનેક વાહનો ફસાઈ જતા માર્ગ બાધિત થયો - Alviramir

વાહન વ્યવહાર ખોરવાયો:અબડાસાના મોથાળા ગઢશીસા ધોરીમાર્ગ પરના નરેડી પાસે જર્જરિત માર્ગના કારણે અનેક વાહનો ફસાઈ જતા માર્ગ બાધિત થયો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Dilapidated Road Near Naredi On Mothala Gardshisa Highway In Abdasa Blocked The Road With Several Vehicles Getting Stuck.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા નરેડી પાસેના કોઝવે પર સમારકામ કરાયું હતું, તેમાં માટીના ઉપયોગથી સમસ્યા ઉદ્દભવી

પશ્ચિમ કચ્છમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક માર્ગો ધોવાઈ ગાયના અહેવાલો સામે આવતા રહે છે. તેમાં અબડાસા તાલુકાના કેટલાક ગામો હજુ સુધી સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે આજે રવિવારે અબડાસાના મોથાળા ગઢશીસા ધોરીમાર્ગના નરેડી ગામના કોઝવે પર એક સાથે અનેક નાના મોટા વાહનો માર્ગ વચાળે ફસાઈ જવા પામ્યા હતા. વાહનો ફસાઈ જતા નરેડીથી નલિયા તરફ જતો માર્ગ બાધિત થયો હતો. જેને લઈ વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યાની ઘટના સામે આવી હતી. જોકે ફસાયેલા વાહનોમાં અમુક વાહનોને કલાકોની જહેમત બાદ બહાર ખેંચી લેવાયા હતા જ્યારે હજુ પણ કેટલાક વાહનો રસ્તા પર અટવાઇ ગયા છે.

ફરી માર્ગ બિસ્માર બનતા વાહન વ્યવહાર ખોરવાયો
અબડાસા તાલુકાના નરેડી ગામના કોઝવે પર બે દિવસ પૂર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદમાં જર્જરિત બનેલા માર્ગ પર માટી પાથરી સમારકામ કરાયું હતું. જ્યાં ફરી ઝરમર વરસાદ પડતાં માટી ચીકણી બની જતા તેમાં વાહનો ફસાઈ જવા માંડ્યા હતા. નલિયાના કપિલ જોશીના જણાવ્યા અનુસાર ટ્રેકટર, જીપ અને ટેમ્પો સહિતના વાહનો ફસાઈ જતા તેમને અન્ય વાહન મારફતે રસ્તાપરથી બહાર ખેંચી લેવામાં આવ્યા હતા. પરંતુ માર્ગની હાલત બિસમાર બનતા અન્ય વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. તંત્ત દ્વારા ફરી આ સ્થળે યોગ્ય સમારકામ હઘ ધરાય એવી લોકોએ માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment