વિકાસના કામે ખોરંભે ચડ્યા:ચાણસ્મા તાલુકા પંચાયતની છેલ્લા ઘણાં સમયથી સામાન્ય સભા જ બોલાવવામાં નથી આવી, વિકાસના કામોના આયોજન અટવાયા - Alviramir

વિકાસના કામે ખોરંભે ચડ્યા:ચાણસ્મા તાલુકા પંચાયતની છેલ્લા ઘણાં સમયથી સામાન્ય સભા જ બોલાવવામાં નથી આવી, વિકાસના કામોના આયોજન અટવાયા

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સામાન્ય સભા બોલાવવા માટે પ્રમુખને બેથી ત્રણ વખત લેખિત જાણ કરાઇઃ ટીડીઓ

ચાણસ્મા તાલુકા પંચાયતની સામાન્ય સભા છેલ્લા ઘણા સમયથી મળી નથી. જેના કારણે વિકાસના કામોના આયોજન અટવાયા છે. તાલુકા પંચાયતના સદસ્યોમાં સામાન્ય સભા બોલાવવા માટે કચવાટ પણ ઊભો થયો છે. તાલુકા પંચાયતની સામાન્ય સભા મહદઅંશે પ્રમુખના સ્થાને મળતી હોય છે અને સામાન્ય સભા ક્યારેય રાખવી તે પણ પ્રમુખની અનુમતિથી નક્કી થતું હોય છે.
સામાન્ય સભા બોલાવવાની માગ
ચાણસ્મા તાલુકા પંચાયતમાં ખાસ 15 ટકા વિવેકાધિન આયોજનની 1.25 લાખની ગ્રાન્ટ છેલ્લા 6 માસથી ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા ન મળવાથી અને કામોનું આયોજન ન થવાથી વપરાઈ નથી. જ્યારે વર્ષ 2022-23ના વર્ષની 15 મા નાંણાપંચની 1.32 લાખનું વિકાસના કામોનું આયોજન નહી થઇ શકવાનાં કારણે ચાણસ્મા તાલુકાના વિકાસના કામો ખોરંભે પડયા છે. ચાણસ્મા તાલુકા પંચાયત દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવે તેવો તાલુકા સદસ્યમાંથી સૂર ઉઠ્યો છે.
સવા લાખની ગ્રાન્ટ 6 માસથી વપરાયા વિના પડી રહી
ચાણસ્મા ​​​​​​​તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સવા લાખની પંદર ટકા વિવેકાધિન ગ્રાન્ટ 6 માસથી વપરાયા વિના પડી છે જયારે 2022- 23 ના વર્ષની 1.32 લાખના કામોનું આયોજન થઈ શકતુ નથી. સામાન્ય સભા બોલાવવા માટે પ્રમુખને બેથી ત્રણ વખત લેખિત જાણ પણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment