વિતરણ:વિંઝોલમાં કુપોષિત બાળકોને પ્રોટિન આહારની કિટનું વિતરણ - Alviramir

વિતરણ:વિંઝોલમાં કુપોષિત બાળકોને પ્રોટિન આહારની કિટનું વિતરણ

ગોધરા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શ્રી ગોવિંદ ગુરુ યુનિ.દ્વારા કુપોષિત બાળકોને દત્તક લેવામાં અાવ્યા છે
  • નજીકના સમયમાં કુપોષિત બાળકોના ટેસ્ટ કરાવાશે – કુલપતિ

ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા વિંઝોલ ગામમાં દત્તક લેવામાં અાવેલા કુપોષિત બાળકોને પ્રોટીન આહારની 27 કીટનું વિતરણ કરવામાં અાવ્યુ હતુ. જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા અને શ્રી ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેરના સંયુક્ત ઉપક્રમે શનિવારના રોજ વિંઝોલ પ્રાથમિક શાળામાં યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ તેમજ કુલ સચિવ ડો. અનિલ સોલંકી તથા ઇ.સી સભ્ય ડો. અજય સોનીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો. હતો.

વધુમાં કુલપતિઅે જણાવ્યુ હતુ કે છેલ્લા સાડા ત્રણ મહિનાથી યુનિ. દ્વારા દત્તક લેવામાં અાવેલા કુપોષિત બાળકોને પોષિત થવા માટે પોષિત આહારની કીટ આપવામાં આવી રહી છે. તેનાથી બાળકોના શરીરમાં સ્ફૂર્તિ, તાજગી તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો જોવા મળ્યો છે. અને નજીકના ભવિષ્યમાં આ કુપોષિત બાળકોને ટેસ્ટ કરાવશું જેમા કેટલા પોષિત થયા છે અને હિમોગ્લોબિનમાં કેટલા ટકા વધારો થયો છે, તેનું પરીક્ષણ કરવામાં આવશે. કાર્યક્રમમાં ટ્રાઇબલ ચેરના કોઓર્ડીનેટર ડો. મહેશ રાઠવા, કાકણપુર સાયન્સ કોલેજના આચાર્ય ડો. કશ્યપ મહેતા, પ્રો. સાક્ષી ઠાકોર, પ્રો. ડો. તરુણ પારંગી, વિંઝોલ પ્રાથમિક શાળાના આચાર્ય બીપીનભાઈ પરમાર,તેમજ આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment