વિદ્યાર્થિની પર ખુની હુમલો:પાટણના કોયટામાં શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિની પર ગામનો શખસ છરી વડે તૂટી પડ્યો, પરિવારજને કહ્યું- વિદ્યાર્થિની સાથે જબરદસ્તી કરી હતી - Alviramir

વિદ્યાર્થિની પર ખુની હુમલો:પાટણના કોયટામાં શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિની પર ગામનો શખસ છરી વડે તૂટી પડ્યો, પરિવારજને કહ્યું- વિદ્યાર્થિની સાથે જબરદસ્તી કરી હતી

પાટણ35 મિનિટ પહેલા

  • વાણા ગામની વિદ્યાર્થિની પર હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઈ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોયટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થિની પર ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા તેને ગંભીરઈજા પહોંચી હતી. જેથી વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે વાગદોડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

વિદ્યાર્થિનીએ બૂમાબુમ કરતા છરી વડે હુમલો કર્યો
આ અંગે વિદ્યાર્થિનીના પરિવારજને દિવ્યભાસ્કર સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની સ્કૂલ જઈ રહી હતી. ત્યારે ગામનો શખસ આવીને જબરદસ્તી કરવા લાગ્યો હતો. જેથી વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને ત્યાથી ભાગવા લાગી હતી. જેને પગલે આરોપીએ પકડી લીધી હતી અને પેટના ભાગે લાટ મારી હતી. જેથી વિદ્યાર્થિનીએ બૂમાબુમ કરી મુકતા આરોપીએ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન અમારા માસીને ખબર પડતા તે આવી પહોચ્યા હતા. જેને જોઈ આરોપી ફરાર થઈ ગયો હતો.

​​​​​વિદ્યાર્થિનીને નીચે પાડી દઈ હુમલો કર્યો
પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિની પર ગામના જ એક ઇસમે હુમલો કર્યો હતો. વિદ્યાર્થિનીને કોઈ વાંક ગુના વગર નીચે પાડી દઈ પીઠ પાછળ છરીનો ઘા મારી જાતિવિષયક અપમાનીત કરી હતી. જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં વિદ્યાર્થિનીને ઈજા પહોંચતા તેને પ્રથમ જંગરાલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

વિદ્યાર્થિનીની બહેન ત્યા આવી જતા આરોપી ફરાર થયો
કોઇટા ગામે શુક્રવારે સવારે સામાન્ય વિધાલય ઉ.માં.શાળામાં ધો 10 માં અભ્યાસ કરવા માટે જઇ રહેલી 15 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે નીચે પાડી દઈ પીઠ પાછળ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજન આવી જતા આરોપી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા
આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીના પિતાએ વાગદોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment