વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ:પારુલ યુનિ.ના વિદ્યાર્થીને 5 લાખની જોબની ઓફર મળી - Alviramir

વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ:પારુલ યુનિ.ના વિદ્યાર્થીને 5 લાખની જોબની ઓફર મળી

વડોદરા4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મેડિકલ સહિતના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ

વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી અન્ય શહેરોમાં પણ કેમ્પસ ધરાવે છે. જે પૈકી અમદાવાદ કેમ્પસ ખાતે અમદાવાદ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજ, પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ રિસર્ચ સહિત 3 ફેકલ્ટી કાર્યરત છે. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ શિક્ષણ મળે તે માટે યુનિવર્સિટી દ્વારા સાંઇનાથ હોસ્પિટલ પણ કાર્યરત છે. જેને ફિઝીઓથેરાપી સેન્ટરને 2011માં આઇએસઆરઓ માન્યતા પ્રાપ્ત પેનલે મંજૂરી આપી છે.

સ્નાતકોને ટોચની કંપનીમાં જોબ ઓફર મળી રહી છે. જેમાં ડો.ધ્વનિ પ્રજાપતિ, ડો.વીનિત વાઘેલા અને ડો.દિવ્યા ગાંધીને સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગુજરાતે 4.2 લાખનું પેકેજ આપ્યું છે. જેમાં ડો.અદીતિ જાન, ડો.કોમલ પંચાલ, ડો.જેહાદ કુચમંજીવાલા, ડો.ઇશા બારડ, ડો.ચાંદની કામોથી અને ડો.શ્રદ્ધા ગવરિયા છે. વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ખાતે પ્લેસમેન્ટ ડ્રાઇવનું પણ આયોજન કરાય છે. અઢીથી 5 લાખ સુધીના પેકેજ ઓફર અપાય છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment