વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉગ્ર રોષ:મહેમદાવાદના જાળીયાની 100 વર્ષ જૂની શાળા જર્જરીત હાલતમાં, ઓરડાના ડીમોલેશનનો આદેશ પણ વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ - Alviramir

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉગ્ર રોષ:મહેમદાવાદના જાળીયાની 100 વર્ષ જૂની શાળા જર્જરીત હાલતમાં, ઓરડાના ડીમોલેશનનો આદેશ પણ વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ

નડિયાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઓરડા પાડી નાખવાની મંજૂરી આપ્યે એક વર્ષ જેટલો સમય થવા છતાં કોઈ કાર્યવાહી નહી
  • વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબુર

મહેમદાવાદના જાળીયામાં આઝાદી પહેલા 1916 માં પ્રાથમિક શાળાના ઓરડા બનાવવામાં આવ્યાં હતા. સો વર્ષ જૂની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત હાલતમાં છે ગમે ત્યારે કડડભુસ થવાની દહેશત રહેલી છે. આ ઓરડા પાડી નાખવાની મંજૂરી આપ્યે એક વર્ષ જેટલો સમય થવા છતાં શાળાનાં નવા ઓરડા બનાવવા કોઈ હિલચાલ ન જણાતા વાલીઓમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.

ચોમાસામાં છત પરથી પાણી પડે છે
મહેમદાવાદ તાલુકાના જાળીયામાં ગામે 105 વર્ષ પહેલા બનાવેલી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત હાલતમાં છે. ધો.1થી 8ની શાળાના નવ ઓરડાની છત પર નાખેલા નળીયા અને પતરા વાનરોના કુદા કુદ થી તૂટી ગયા છે. તેમજ દીવાલોમાં ભયજનક તિરાડો પડી છે. ચોમાસામાં છત પરથી પાણી પડતું હોઇ ઓરડામાં બેસી શકાય નહીં તેવી ગંભીર સ્થિતિ જોવા મળે છે. આ જર્જરીત ઓરડા તોડી દસ નવા ઓરડા બનાવવા ગ્રામ પંચાયત તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા અવારનવાર રજૂઆત કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આ ઓરડાઓ જર્જરીત હોઈ નાયબ કાર્યપાલક ઇજનેરએ દસ રૂમ ડીમોલેશન કરવા મંજૂરી આપી હોવાની જાણ કરી છે.

અનેક વખત રજૂઆત કરાઈ
આ શાળામાં નવા રૂમની ફાળવણી ન થાય ત્યાં સુધી શાળાના વિદ્યાર્થીઓને બેસાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા મુખ્ય શિક્ષક તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિને લેખિત પત્રથી જાણ કરવામાં આવી છે. આ સૂચના છતાં જર્જરીત ઓરડામાં બાળકોને બેસાડતા કોઈ દુર્ઘટના સજૉશે તો તેની જવાબદારી શિક્ષકોની રહેશે તેવા આદેશથી વાલીઓ રોષે ભરાયા છે.સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા સ્માટ સ્કૂલ બનાવવા બણગાં મારવામાં આવી રહ્યા છે. બીજી બાજુ આઝાદી પહેલા બનાવેલ શાળાના ઓરડા ઘણા સમયથી જર્જરીત થઈ ગયા હોવા અંગે અવારનવાર રજૂઆત કરતા શિક્ષણ ખાતા દ્વારા નવા ઓરડા બનાવવાને બદલે પોતાના જવાબદારીમાંથી છટકવા માટે જર્જરિત ઓરડામાં બાળકોને બેસાડવા નહીં અને નવા ઓરડાના બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા મુખ્ય શિક્ષક અને શાળા વ્યવસ્થાપન સમિતિને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે સત્તાધીશો દ્વારા જાળીયા ગામે પ્રાથમિક શાળાના નવા ઓરડા વહેલી તકે બનાવવા શાળા વ્યવસ્થાપન સમિતિએ માંગણી કરી છે.
શાળામાં 273 બાળકો અને 9 શિક્ષકો ફરજ બજાવે છે
​​​​​​​
જાળીયા પ્રા. શાળામાં 1થી8 ધોરણમાં 273 વિદ્યાર્થીઓ જયારે નવ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આ શાળાના જર્જરીત ઓરડા નવા બનાવવા જીલ્લાના આમ આદમી પાર્ટીના પ્રભારી નિકુંજ શર્માએ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment