વિદ્યાર્થીઓ ધ્યાન આપો:ગુજરાતના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજીની જગ્યાએ ગુજરાતી ભાષામાં એન્જિનિયરીંગનો કોર્સ કરી શકશે, GTU થોડીવારમાં જાહેરાત કરશે - Alviramir

વિદ્યાર્થીઓ ધ્યાન આપો:ગુજરાતના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજીની જગ્યાએ ગુજરાતી ભાષામાં એન્જિનિયરીંગનો કોર્સ કરી શકશે, GTU થોડીવારમાં જાહેરાત કરશે

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં અભ્યાસ માટે નવા આયોજનો થતાં રહે છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે એક નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ માત્ર અંગ્રેજી ભાષામાં જ ભણી શકે છે. પરંતુ હવે ગુજરાતમાં પહેલીવાર એન્જિનિયરિંગ ગુજરાતી ભાષામાં ભણી શકાય તેવી સુવિધા કરવામાં આવી છે.

હાલમાં એન્જિનિયરિંગનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં થાય છે
રાજ્યમાં 132 એન્જિનિયરીંગ કોલેજ, 100 જેટલી પોલીટેક્નિક, 65 ફાર્મસી, 75 મેનેજમેન્ટની કોલેજ છે. તમામ જગ્યાએ એન્જિનિયરિંગનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં થાય છે. ગત વર્ષે AICT દ્વારા દેશભરમાં એન્જિનિયરીંગનો કોર્ષ જે તે રાજ્યની ભાષામાં શરૂ કરવા જણાવ્યું હતું. જેને લઈને GTU એ તમામ કોલેજને પત્ર લખ્યો હતો પરંતુ કોઈ ગુજરાતીમાં કોર્ષ શરૂ કર્યો ન હતો.

120 બેઠક પર ગુજરાતીમાં એન્જિનિયરીંગ ભણાવાશે
તમામ કોલેજની આ બેઠક ના ભરાય તેવો ડર હતો જેના કારણે GTU એ પોતાની જ મહેસાણા ખાતે આવેલી સંસ્થામાં 120 બેઠક પર એન્જિનિયરીંગ કોર્ષ શરૂ કરવાનું નક્કી કર્યું છે. સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરીંગની 30-30 એમ 120 બેઠક પર ગુજરાતીમાં એન્જિનિયરીંગ ભણાવવામાં આવશે.

ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગ ભણવાનો લાભ મળશે
આ અંગે GTU ના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે અનેક નાના દેશ પોતાની ભાષામાં એન્જિનિયરીંગ ભણાવે જ છે. અમે નિષ્ણાતોનો અભિપ્રાય લીધો જ છે. આ ઉપરાંત ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગ ભણાવનો લાભ મળે તે ધ્યાને રાખીને એન્જિનિયરીંગ કોર્ષ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment