વિરોધ:બિન શૈક્ષણિક કર્મીઓની ખાતાકીય પરીક્ષાનું ફોર્મ 27 સુધી ભરી શકાશે - Alviramir

વિરોધ:બિન શૈક્ષણિક કર્મીઓની ખાતાકીય પરીક્ષાનું ફોર્મ 27 સુધી ભરી શકાશે

ગાંધીનગર15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અગાઉ શિક્ષણ વિભાગે તા. 29 જુલાઇ નક્કી કરી હતી

રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાતાકિય પરીક્ષાનું ફોર્મ તારીખ 27મી, જુલાઇ સુધી ભરી શકાશે. જોકે અગાઉ ગત તારીખ 29મી, જુલાઇ-2022 અંતિમ તારીખ હોવાથી શાળા સંચાલક મંડળે વિરોધ કર્યો હતો.

રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓ સેવક, ક્લાર્કની બઢતી માટેની પરીક્ષા લેવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે. જે અંતર્ગત રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કરીને રાજ્યભરની દરેક શાળાને જાણ કરી હતી. જોકે આદેશ ઇ-મેલ કર્યો હતો ઉપરાંત એક જ આઉટવર્ડ નંબર હોવાથી બિન શૈક્ષણિક કર્મચારીઓમાં ગેરસમજ ઉભી થઇ હતી.

આથી રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના હજારો બિન શૈક્ષણિક કર્મચારીઓ ખાતાકિય પરીક્ષાનું ફોર્મ ભરી શક્યા નહી. આથી આ મામલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઇ પટેલે રાજ્ય પરીક્ષા બોર્ડને ખાતાકિય પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ લંબાવવાની લેખિતમાં રજુઆત કરી હતી.

આથી રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવે આદેશ કર્યો છે કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક વર્ગ-3 અને સિનિયર ક્લાર્ક વર્ગ-3ના કર્મચારીઓએ આગામી તારીખ 29મી, જુલાઇ-2022 સુધીમાં શાળાના આચાર્યને મોકલવાનું રહેશે. જ્યારે આચાર્યે તારીખ 1લી, ઓગસ્ટ-2022 સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ તારીખ 8મી, ઓગસ્ટ સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરીમાં મોકલવાનું રહેશે. જ્યારે ખાતાકિય પરીક્ષાઓ આગામી તારીખ 27મી અને તારીખ 28મી, ઓગસ્ટ-2022ના રોજ લેવામાં આવશે. જ્યારે પરીક્ષાની હોલ ટિકિટને રાજ્ય પરીક્ષાની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment