વિરોધ પ્રદર્શન:યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ હાઇવે ઉપર પડેલા ખાડાઓના વિરોધમાં અતુલ નજીક ચક્કાજામ - Alviramir

વિરોધ પ્રદર્શન:યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ હાઇવે ઉપર પડેલા ખાડાઓના વિરોધમાં અતુલ નજીક ચક્કાજામ

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • વલસાડ હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈને 4 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે

વલસાડના વાઘલધરાથી ઉમરગામ તાલુકાના ભિલાડ સુધીનો નેશનલ હાઇવે 48 પહેલા જ વરસાદમાં એક દમ જર્જરિત થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈને 4 વ્યક્તિઓએ જીવ ગુમાવો પડ્યો હતો. હાઇવે ઉપર પડેલા ખાડા પુરવામાં ન આવતા વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા હૉવે ઉપર ચક્કા જામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 બિસ્માર થઈ ગયો છે સાથે નેશનલ હાઇવે 48 પર મોટા ખાડાઓ પડી જવાના કારણે ઘણા અકસ્માત થયા છે અને વાહનોમાં ભારે નુકસાન થવા પામ્યું છે સાથે અત્યાર સુધી 4 લોકોએ જીવ ગુમાવવાનો વાળો આવ્યો છે. તેમ છતાં હાઇવેર ઓથોરિટી દ્રારા ખાડાઓ પુરવામાં આવ્યા નથી વારંવાર રજુઆત છતાં કોઈ પણ નિકાલ ન આવવાના કારણે યુથ કોંગ્રેસ દ્રારા નેશનલ હાઇવે 48 પર બેસી કાળા વાવટા બતાવી વિરોધ નોંધાવ્યો હતો આગામી દિવસમાં જો ખાડાઓ ન પુરવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્રારા ચક્કા જામની ચમકી આપવામાં આવી

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment