વિરોધ યથાવત:અંજાર પાલિકાએ 15 પ્રશ્નોના જવાબ ન આપતા વિપક્ષે કચેરી સામે ધરણા કર્યા - Alviramir

વિરોધ યથાવત:અંજાર પાલિકાએ 15 પ્રશ્નોના જવાબ ન આપતા વિપક્ષે કચેરી સામે ધરણા કર્યા

અંજાર6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તાત્કાલિક કામો કરશું તેવી ખાતરી પણ સમય ન અપાતા વિરોધ યથાવત

અંજાર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા દ્વારા શહેરલક્ષી વિવિધ 15 મુદ્દાઓનો પાલિકા પાસેથી જવાબ માંગ્યો હતો. પરંતુ પાલિકાએ તેનો કોઈ ઉત્તર ન આપતા આખરે પાલિકા કચેરી સામે ધરણા કરવામાં આવ્યા હતા.

અંજાર નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ શહેરમાં રખડતા ઢોરને તાત્કાલિક પકડવા, જય અંબે નગર, મારુતિ નગર તથા ગોકુળ નગર વિસ્તારમાં વરસાદના પાણી ભરાય છે તેનો કાયમી નિકાલ કરવા, એકતાનગર તથા નગરપાલિકા કોલોનીમાં ગટરના એક વર્ષ પહેલા મંજુર થયેલ નવા પાઇપ તાત્કાલિક નાખવા, કર્મચારી સોસાયટી-2માં મંજૂર થયેલ પાણીની નવી લાઇન નાખવા, 3 નવા મશીનની ખરીદી કરવાની ગ્રાન્ટ 11 મહિના પહેલા આવી ગઈ છે, જે હજી ખરીદાયેલા નથી, શહેરનો કન્ટુર સર્વે કરાવો, ક્યાંય યોગ્ય સફાઈ થતી નથી

તેમજ ડોર ટુ ડોર વાહનો અઠવાડિયામાં 3 દિવસ ખરાબ હોય છે, 15માં નાણાપંચમાં આવેલી ગ્રાન્ટ 72 લાખના કામોની હજુ વહીવટી મંજૂરી મળી નથી, આગવી ઓળખની ગ્રાન્ટ માંથી સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરાઈ હતી પણ તેનું કઈ થયું જ નથી. વગેરે 15 મુદ્દાઓ પર પાલિકા પાસેથી જવાબ માંગ્યો હતો. પરંતુ પાલિકાએ કોઈ જવાબ ન આપતા તે ધરણા પર ઉતરી ગયા હતા. જે બાદ પાલિકા દ્વારા તાત્કાલિક કામો કરશું પણ ક્યારે તે માટેનો સમય આપવામાં ન આવતા જ્યાં સુધી લેખિત જવાબ નહિ મળે ત્યાં સુધી ધરણા ચાલુ જ રહેશે તેવી વિપક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment