વિવાદ:મારા સ્વ. પિતાના નામે કોંગ્રેસને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે: મુમતાઝ પટેલ - Alviramir

વિવાદ:મારા સ્વ. પિતાના નામે કોંગ્રેસને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે: મુમતાઝ પટેલ

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • તીસ્તા સેતલવાડ કેસમાં સ્વ. અહેમદ પટેલનું નામ બહાર આવ્યાં બાદ પુત્રીએ મૌન તોડ્યું

મારા સ્વર્ગસ્થ પિતાના દેહાંત બાદ પણ તેમનું નામ વિવાદમાં ઘસેડવામાં આવે છે તેના પરથી તમને અંદાજો આવી શકે છે કે મારા પિતાના નામમાં કેટલું વજુદ છે. મારા પિતા સામે આક્ષેપો કરી ભાજપ ખરેખર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને નિશાન બનાવવા માંગે છે તેમ મુમતાઝ પટેલે દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

રાજયસભાના પુર્વ સાંસદ સ્વ. અહેમદ પટેલ પર તીસ્તા સેતલવાડને 30 લાખ રુપિયા આપવાના આરોપ સામે તેમની પુત્રી મુમતાઝ પટેલે મૌન તોડયું છે. હાલમાં દીલ્હી ખાતે રહેલાં મુમતાઝ પટેલે દિવ્યભાસ્કર સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દર વખતે ગુજરાતમાં ચુંટણી આવે એટલે મારા સ્વર્ગસ્થ પિતાનું નામ ઉછાળવામાં આવે છે.

હવે ગુજરાતમાં ફરી વિધાનસભાની ચુંટણી આવી રહી છે એટલે તિસ્તા સેતલવાડના કેસમાં મારા પિતાને બદનામ કરવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે. મારૂ માનવું છે કે, મારા સ્વર્ગસ્થ પિતાના નામે ભાજપ વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટી અને તેના પુર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીને ટાર્ગેટ કરવા માંગે છે.

મુમતાઝ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ ઘણો સંવેદનશીલ મુદ્દો છે. ગરીબી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય સહિતના લોકસ્પર્શી મુદ્દાઓને બદલે ભાજપ એવા વ્યકતિને વિવાદમાં સંડોવી રહી છે જે મોજુદ જ નથી. જે વ્યકતિ પોતાનો બચાવ કરવા માટે દુનિયામાં જ નથી તેમના પર આ પ્રકાર આક્ષેપો યોગ્ય નથી. અત્યાર સુધી આ વાતને કેમ ઉછાળવામાં ન આવી હવે જયારે ગુજરાતમાં ચુંટણી આવી રહી છે ત્યારે જ કેમ મારા પિતાનું નામ લેવામાં આવી રહયું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment