વિવાદ:યુથ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર PM મોદીનાં વખાણ કર્યાં; યુવા પ્રમુખે કહ્યું - ટ્વિટર એકાઉન્ટ હેક થયું - Alviramir

વિવાદ:યુથ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર PM મોદીનાં વખાણ કર્યાં; યુવા પ્રમુખે કહ્યું – ટ્વિટર એકાઉન્ટ હેક થયું

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ટ્વીટની સાથે ‘મોદી હૈ તો મુમકીન હૈ’ હેશટેગ પણ મૂકવામાં આવ્યું હતું.

  • ‘હમ હી શિલાન્યાસ ઓર ઉદ્ઘાટન કરતે હૈ’ લખી દેવધર એરપોર્ટ, એઇમ્સની તસવીર પોસ્ટ કરાઈ

સોમવારે સાંજે પાંચ વાગ્યા બાદ અચાનક જ ગુજરાત યુવા કોંગ્રેસના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી પોસ્ટ મુકાઈ હતી, જેમાં ઝારખંડના દેવઘર એરપોર્ટ અને એઇમ્સને સંબંધિત ‘હમ હી શિલાન્યાસ કરતે હૈ, હમ હી ઉદ્ઘાટન કરતે હૈ’ લખાણ ધરાવતી અને મોદીની તસવીર ટ્વીટ કરી હતી, પરંતુ વિવાદ થતાં ટ્વીટ ડિલીટ કરી દેવાયું હતું. જોકે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કેટલાક અજાણ્યા શખ્સોએ તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું છે. આ અંગે સાઇબર સેલમાં અરજી પણ આપવામાં આવી છે.

બીજી તરફ કોંગ્રેસના જ નેતાઓ હવે આ બાબતને પાર્ટીના આંતરિક રાજકારણ સાથે સાંકળી રહ્યા છે અને યુવા કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સામે શંકાની નજરે જોઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાના જણાવ્યા મુજબ વાઘેલા હાર્દિક પટેલના સમર્થક રહ્યા છે અને હાર્દિકના કહેવાથી તેમને હાઈકમાન્ડે ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા હતા.

હવે હાર્દિક ભાજપમાં છે ત્યારે વિશ્વનાથસિંહની સૂચનાથી પાર્ટીને આડકતરો સંકેત આપવા આ પોસ્ટ મુકાઈ હોવી જોઇએ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, યુવા કોંગ્રેસ પાંખનું આત્મબળ તોડવા કોઈ વિરોધી પક્ષે આ ચેષ્ઠા કરી હોવી જોઈએ. વિશ્વનાથસિંહ પર શંકા કરવાની કોઈ જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment