વિવાદ:હાઇડ્રોલિક એન્જિ. અને પા. પુ.ના કર્મી કામગીરી બાબતે બાખડ્યાં - Alviramir

વિવાદ:હાઇડ્રોલિક એન્જિ. અને પા. પુ.ના કર્મી કામગીરી બાબતે બાખડ્યાં

આણંદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • આણંદ નગરપાલિકાના વિભાગોમાં સંકલનનો અભાવ

આણંદ પાલિકામાં દિનપ્રતિદિન વિવાદોમાં ઘેરાયેલી રહે છે.ત્યારે આણંદ પાલિકામાં હાઇડ્રોલિક એન્જીનિયર અને પાણી વિભાગના કર્મચારી વચ્ચે વહેલી કામગીરી પૂર્ણ કરવા બાબતે ઉગ્ર સ્વરૂપ બોલાચાલી થતાં રીતસરના ઝઘડી પડતાં પાલિકા સ્કુલ ગજવી મુકી હતી. જેના પગલે પાલિકામાં ફરજ બજાવતાં અન્ય કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ પાલિકાના હાઇડ્રોલિક એન્જીનિયર જુગલ પ્રજાપતિ અને પાણી પુરવઠા વિભાગ કર્મચારી સાજીદભાઇ શહેરના કોઇ કાઉન્સિલરની કામગીરી વહેલી પૂર્ણ કરવા બાબતે ઝઘડી પડયાં હતાં

જો કે હાઇડ્રોલીક એન્જીનિયર જુગલ પ્રજાપતિ કામગીરી સાહેબની હોવાથી વહેલી પૂર્ણ કરવા સાજીદભાઇને ઉગ્ર સ્વરૂપે જણાવતાં બંને વચ્ચે મામલો બિચકયો હતો. મામલો વધુ ઉગ્ર બનતાં બંને કર્મચારીઓ એકબીજાને ધમકી આપતાં જોવા મળ્યા હતાં. આ અંગે હાઇડ્રોલિક એન્જીનિયર જુગલ પ્રજાપતિનો સંપર્ક કરતાં ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી. પરંતુ પાણી વિભાગના સાજીદભાઇએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ હાજર નહીં હોવાથી વહેલી કામગીરી કંઇ રીતે પૂર્ણ કરવી તે બાબતે જવાબ આપતાં ગુસ્સે ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment