વીજ વ્યવહાર ખોરવાયો:નર્મદા જિલ્લામાં વરસાદના કારણે વીજના ચાર ટ્રાન્સફોર્મર તૂટી પડ્યા; તાત્કાલીક રિપેર કરી તમામ ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરાયો - Alviramir

વીજ વ્યવહાર ખોરવાયો:નર્મદા જિલ્લામાં વરસાદના કારણે વીજના ચાર ટ્રાન્સફોર્મર તૂટી પડ્યા; તાત્કાલીક રિપેર કરી તમામ ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરાયો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Four Power Transformers Break Due To Rain In Narmada District; Power Supply Was Restored To All The Villages After Immediate Repairs

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દેડીયાપાડા અને સાગબારા તાલુકાના છેવાડાના ગામોમાં વિજ પોલને થયેલા નુકસાન બાદ વિજ કંપની દ્વારા યુધ્ધના ધોરણે રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ

નર્મદા જિલ્લામાં તાજેતરમાં જ થયેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજ થાંભલા તેમજ ટ્રાન્સફોર્મરને નુકસાન થવાના પગલે થોડા સમય માટે કેટલાક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો હતો. જિલ્લામાં લોકોની સુખાકારીમાં કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ દ્વારા અપાયેલી સૂચના અને માર્ગદર્શન મુજબ ડીજીવીસીએલના રાજપીપલા ખાતેના કાર્યપાલક ઈજનેરશ્રી એચ.ડી.રાણાના નેતૃત્વમાં કામ કરી રહેલી વિવિધ ટીમોએ ત્વરીત અસરથી રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરી દીધી હતી. હાલમાં ડીજીવીસીએની હદમાં આવતા તમામ ગામો-વિસ્તારોમાં અને ખાસ કરીને રહેણાંક વિસ્તારનો વિજ પૂરવઠો પુન: શરૂ કરી દેવામાં આવ્યો છે.

રાજપીપલા શહેરી વિસ્તારમાં કોઇપણ સ્થળે ટ્રાન્સફોર્મરને નુકસાન થયેલ નથી. પરંતુ મામલતદાર કચેરી, કરજણ ઓવારા સ્મશાનગૃહ, બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સીટીના કેમ્પસ તેમજ વાવડી નજીક કેનાલ પરના વિજપોલ તૂટી ગયા હતા. તે તમામ વિજપોલની રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી શહેરી વિસ્તારમાં પણ વિજ પુરવઠો વિના વિક્ષેપે પૂરો પાડવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment