વેપારીઓએ હલ્લાબોલ કર્યો:ભરૂચના પાનમ પ્લાઝા પાસે પાલિકાએ રસ્તો ખોદી નાખતા પાર્કિગ ખોરવાયું, માર્ગની સાઈડમાં વાહનો પાર્ક કરતા પોલીસે હવા કાઢી વાલ્વ ફેકી દીધાં - Alviramir

વેપારીઓએ હલ્લાબોલ કર્યો:ભરૂચના પાનમ પ્લાઝા પાસે પાલિકાએ રસ્તો ખોદી નાખતા પાર્કિગ ખોરવાયું, માર્ગની સાઈડમાં વાહનો પાર્ક કરતા પોલીસે હવા કાઢી વાલ્વ ફેકી દીધાં

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Near Bharuch’s Panam Plaza, The Parking Lot Was Disrupted As The Municipality Dug Up The Road, While The Vehicles Were Parked On The Side Of The Road, The Police Removed The Air And Threw The Valves.

ભરૂચ22 મિનિટ પહેલા

  • પાનમ પ્લાઝાના વેપારીઓએ પોલીસ કાર્યવાહીના વિરોધમાં રોષ વ્યક્ત કર્યો
  • મહિલા વકીલ સહિત 7 વાહનમાલિકોએ પોલીસ ફરિયાદ નોંધાવી

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે માર્ગની સાઈડમાં પાર્ક કરેલાં વાહનોની પોલીસે હવા કાઢી નાખી હતી. તેમજ વાલ્વ ફેકી દીધાં હતા. જેથી વિફરેલા વેપારીઓએ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હલ્લાબોલ કર્યું હતું. પાનમ પ્લાઝાના 100થી વધારે વેપારીઓએ પોલીસ કાર્યવાહીના વિરોધમાં મંગળવારે સવારે 11 વાગ્યે તમામ વાહનો પાલિકા કચેરીના પટાંગણમાં પાર્ક કરવાની જાહેરાત કરી હતી. જે પૂર્વે સફાળી જાગેલી નગરપાલિકાના પ્રમુખ સહિત સીટી એન્જિનિયર અને કર્મચારીઓનો કાફલો ખુદ પાનમ પ્લાઝા પહોંચી ગયો હતો અને વેપારીઓની સમસ્યાની જાત મુલાકાત લઇ તેઓને 2 દિવસમાં યોગ્ય નિરાકરણ લાવી આપવાની ખાતરી પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આપી હતી.

પોલીસે વાહનોને નુકસાન પહોચાડ્યું હોવાના આક્ષેપો
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. માર્ગ પર આડેધડ પાર્ક કરી દેવામાં આવતાં વાહનોને ટો કરી તેમના માલિકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સોમવારના રોજ એ ડીવીઝન પોલીસે ટ્રાફિક ડ્રાઇવના ભાગરૂપે પાનમ પ્લાઝા પાસે પાર્ક કરેલા વાહનોની હવા કાઢી વાલ્વ ફેકી દીધાં હતાં. જેથી વાહનોને નુકસાન પહોચાડ્યું હોવાના આક્ષેપો વેપારીઓએ કર્યા હતા. આ અંગે રેલી સ્વરૂપે વેપારીઓ એ ડીવીઝન પોલીસ મથક ખાતે પહોચી ઉગ્ર રજૂઆત કરી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ગાડીમાંથી હવા કાઢી વાઈસરની ચોરી કરી હોવાનો આક્ષેપ
વેપારીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે, વાહનો ટો કરવામાં આવે તે બરાબર છે પણ પોલીસે વાહનોની હવા કાઢી નાંખી વાલ્વ પણ ફેંકી દીધા હતા, જે યોગ્ય નથી. તો આવી જ રીતે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંમાં એક મહિલા ધારાશાસ્ત્રીની ફોર વહીલમાં પોલીસે હવા કાઢી નાખી ટાયરના વાઇસરની ચોરી કરી હોવાની ફરિયાદ ધારાશાસ્ત્રીએ પોલીસ સામે જ નોંધાવી છે.
રસ્તો ખોદાયેલો હોવાથી પાર્કિંગની સમસ્યાં
​​​​​​​
મયુરીથી સીટી સર્વેની કચેરી સુધીનો જતો રસ્તો પાઇપલાઇન માટે ખોદવામાં આવ્યો છે. ખોદકામ કરેલી માટીને રમત ગમત માટેના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવી છે જેને કારણે પાનમ પ્લાઝાના વાહન ચાલકો પાર્કિંગ નથી કરી શકતા અને જો રોડની સાઈડમાં તેઓ પાર્ક કરે છે તો પોલીસ હેરાનગતિ કરતી હોવાથી આ બાબતે પાલિકા પ્રમુખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોલીસની આવી કાર્યવાહીને અયોગ્ય ગણાવી હતી અને સમસ્યાનું ત્વરાએ નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment