શંકાશીલ પત્ની:અમદાવાદમાં પતિ પર શંકા કરીને પત્નીએ નોકરી છોડાવી, અન્ય મહિલાઓને ખરાબ નજરે જોવાનો આક્ષેપ કર્યો - Alviramir

શંકાશીલ પત્ની:અમદાવાદમાં પતિ પર શંકા કરીને પત્નીએ નોકરી છોડાવી, અન્ય મહિલાઓને ખરાબ નજરે જોવાનો આક્ષેપ કર્યો

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • અભયમની ટીમે તપાસ કરતાં આખરે પત્ની જ શંકાશીલ નીકળી

ગુજરાતમાં મહિલાઓની મદદ અને સુરક્ષા માટે અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. પરંતુ કેટલીકવાર મહિલાઓ જ આ હેલ્પલાઈનમાં ખોટા મેસેજ કરે તો તે મુદ્દાનું ધ્યાન પણ અભયમની ટીમ રાખે છે અને કાઉન્સેલિંગ કરે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરની એક મહિલાએ હેલ્પલાઈનમાં ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તેનો પતિ અવાર નવાર અન્ય મહિલાઓને ખરાબ નજરે જોયા કરે છે. અભયમની ટીમે સ્થળ પર જઈને તપાસ કરી તો આ મામલે ખુદ પત્ની જ શંકાશીલ હોવાનું અભયમની ટીમને જાણવા મળ્યું હતું. આ મહિલાએ શંકાના આધારે ઝગડા કરીને પતિની નોકરી છોડાવી દીધી હતી. અભયમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો હતો.

મહિલાએ અભયમની ટીમને ફોન કરીને બોલાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાએ અભયમ મહિલા હેલ્પ લાઈનને ફોન કરીને જણાવ્યું હતું કે, તેનો પતિ દુકાનની બહાર બેસી રહે છે અને અવર જવર કરતી મહિલાઓને જોયા કરે છે. આવો કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચીને પત્નીની પુછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તેનો પતિ રસ્તે અવર જવર કરતી મહિલાઓ દુકાન પાસે બેસીને ખરાબ નજરે જોયા કરે છે. એટલું જ નહીં જ્યાં પણ જાય ત્યાં મહિલાઓ સાથે વાતો કરવાના પ્રયાસો કરે છે. જો આ અંગે તેની સાથે પુછપરછ કરું તો મારઝૂડ કરે છે.

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો

પતિએ કહ્યું પત્નીને ખોટી શંકા કરવાની આદત
આ સાંભળીને અભયમની ટીમે પતિને બોલાવીને પુછ્યું ત્યારે જાણવા મળ્યું કે, તેની પત્નીને ખોટી શંકા કરવાની આદત છે. પતિ નોકરી કરતો હતો ત્યારે શંકા રાખીને ઝગડો કરી પત્નીએ નોકરી છોડાવી દીધી હતી. બાદમાં ઘરમાં જ પતિએ પાનનો ગલ્લો શરૂ કરીને વેપાર કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે પણ પત્ની ઘરકામ કરવાની જગ્યાએ પતિની ચોકી કરવા લાગી હતી. તે વારંવાર ઘરમાં ઝગડો કરતી હતી. જેથી ગુસ્સામાં આવીને પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો. આ સાંભળીને અભયમની ટીમે પત્નીનું કાઉન્સેલિંગ કરી ખોટી શંકા રાખીને ઘરસંસાર ના બગાડવો જોઈએ તેમ કહ્યું હતું. પતિને પણ મારઝૂડ ન કરવા જણાવી કાયદાકિય માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

Source link

Leave a Comment