શંકાસ્પદ મોત:અમીરગઢ ના ઘાટા- ભાખરી પાસેથી યુવકની લાશ મળી આવી, હત્યા કરી ફેંકી દેવાયાનો પરિવારજનોનો આક્ષેપ - Alviramir

શંકાસ્પદ મોત:અમીરગઢ ના ઘાટા- ભાખરી પાસેથી યુવકની લાશ મળી આવી, હત્યા કરી ફેંકી દેવાયાનો પરિવારજનોનો આક્ષેપ

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઘટના સ્થળે થી શંકાસ્પદ બિનવારસી હાલતમાં જીપ પણ મળી આવી અમીરગઢ પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અમીરગઢના ઘાટા ભાખરી પાસેથી એક યુવકની મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં યુવકની હત્યાં કરી ફેંકી દીધી હોવાના પરિવાર ના આક્ષેપ છે ભાખરી પાસે યુવકની મૃતદેહ મળતા લોકોના ટોળેટોળાં એકઠા થયાં હતા જોકે આ ઘટના સ્થળે થી બિનવારસી હાલતમાં એક જીપ મળી આવી છે જેમાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં એકઠા થયાં
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઘાટા ભાખરી પાસે એક યુવકની મૃતદેહ મળી આવી છે વાઘરી પાસે લાશ નજરે પડતાં જ સ્થાનિક લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા જોકે ના નજીક એક બિનવારસી હાલતમાં જીપ પણ મળી આવી છે જોકે આ મૃતદેહ વેલાભાઇ સાંગીયા નામના યુવકનું જાણવા મળ્યું છે યુવકના પરિવારજનો ઘટના સ્થળ પર પહોંચતા પરિવારજનોનો આક્ષેપ છે કે વેલાભાઈ ને કોઈએ હત્યા કરી ફેંકી દીધી હશે બનાવને પગલે અમીરગઢ પોલીસને જાણ કરતાં અમીરગઢ પી.એસ.આઇ એમ કે ઝાલા પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment