શપથ:રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નારાજગી ટાળવા 19-21 જુલાઈએ ફક્ત 10 મંત્રીના શપથ - Alviramir

શપથ:રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નારાજગી ટાળવા 19-21 જુલાઈએ ફક્ત 10 મંત્રીના શપથ

મુંબઈએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • બળવાખોરોમાં નારાજી, શિંદે જૂથની વધુ મંત્રીપદની માગણી, ભાજપમાં બેમત પણ કારણભૂત, મંત્રીમંડળ વિસ્તરણ અટક્યું

શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોની નારાજીનો ડર, શિંદે જૂથ પાસેથી વધુ મંત્રીપદની માગણી સાથે ભાજપમાં મંત્રીપદ માટે સર્જાયેલા બેમતને લઈને રાજ્યમાં શિંદે- ફડણવીસ સરકારનો શપથવિધિ લંબાતો જાય છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં નારાજીથી ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને ફટકો પડી શકે છે. આથી આ ચૂંટણી થયા પછી જ 19થી 21 જુલાઈ દરમિયાન ફક્ત 10 મંત્રીઓનો શપથવિધિ કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે.

30 જૂનના રોજ મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રીનો શપથવિધિ પાર પડ્યો. આ પછી ત્રણ અઠવાડિયા વીતી જવા છતાં મંત્રીમંડળ વિસ્તરણનું ઘોડું આગળ વધતું નથી. ભાજપને 29 અને શિંદે જૂથને 8 કેબિનેટ અને 5 રાજ્યમંત્રીપદ એમ 13 મંત્રીપદ આપવાનું નક્કી થયું હતું. શિંદે જૂથમાં ઠાકરે સરકાર વખતે 7 મંત્રી હતા. તેમને મંત્રીપદ આપવું જ પડશે. શિંદે જૂથમાં 40 બળવાખોર સાથે 10 અપક્ષ છે. આથી જ શિંદે જૂથને વધુ મંત્રીપદ જોઈએ છે. છ વિધાનસભ્યો દીઠ એક મંત્રીપદ એવું સૂત્ર હતું. જોકે શિંદે જૂથે 19 મંત્રીપદની માગણી કરી છે.

તે માટે ભાજપ તૈયાર નથી. બીજી બાજુ ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને મંત્રીમંડળમાં નહીં લેવા અને સુધીર મુનગંટીવારને વિધાનસભાનું ઉપાધ્યક્ષપદ સોંપવાની ફડણવીસની ઈચ્છા છે. ભાજપમાં આ ખેંચતાણને લીધે મંત્રીમંડળ વિસ્તરણને બ્રેક લાગ્યો છે.

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ફટકો પડી શકે : રાષ્ટ્રપતિપદની ચૂંટણી પૂર્વે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તો મંત્રીપદ નહીં મળેલા વિધાનસભ્યો નારાજ થઈને તેનો ફટકો ભાજપનાં ઉમેદવારને પડવાની શક્યતા છે. રાષ્ટ્રપતિપદનું મતદાન પાર પડવા દો, વિધાનસભ્યો તે સમયે મુંબઈમાં હશે ત્યારે વિસ્તરણ કરવું. પ્રથમ તબક્કામાં બંને જૂથના પ્રત્યેકી પાંચ મંત્રી શપથ લેશે, એમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિર્દેશ આપ્યા હોવાનું જાણવા મળે છે.

આઘાડીના મહિનોભર 5 મંત્રી હતા : દરમિયાન આઘાડી સરકારના પાંચ મંત્રીઓએ 28 નવેમ્બર, 2019માં શપથ લીધા હતા. આ પછી મંત્રીમંડળ વિસ્તરણ 30 ડિસેમ્બર, 2019ના રોજ એટલે કે એક મહિના પછી થયું હતું. ત્યાં સુધી પાંચ મંત્રી રાજ્યનો કારભાર ચલાવતા હતા. જોકે હવે શિંદે સરકારમાં ફક્ત મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રી જ રાજ્યનું ગાડું હાંકી રહ્યા છે.

વાદવિવાદ ક્યાં છે : શિંદે જૂથમાં સાત માજી મંત્રી છે. તેમને મંત્રીપદ મળશે. શંભુરાજ દેસાઈ અને અબ્દુલ સત્તારને કેબિનેટ મંત્રીપદ જોઈએ છે. શિંદે નગર વિકાસ અને ગૃહમંત્રીપદ માટ આગ્રહી છે, જ્યારે ગૃહમંત્રીપદ ફડણવીસને જોઈએ છે. કોંકણમાં ઉદય સામંત અને દીપક કેસરકરમાંથી એકને મંત્રીપદ જોઈએ છે. મરાઠવાડામાંથી સંજય શિરસાટ, તાનાજી સાવંત, સંજય રાયમુલકર અને પ્રદીપ જયસ્વાલને પણ મંત્રીપદ જોઈએ છે. આમાંથી બેની પસંદગી થઈ શકે છે. ઉત્તર મહારાષ્ટ્રમાં ગુલાબરાવ પાટીલ અને ચિમણરાવ પાટીલમાંથી એકને મંત્રીપદ મળી શકે છે.

વિરોધીઓની લાઈન ડેડઃ ફડણવીસ
દરમિયાન મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબને લઈને વિરોધી પક્ષ દ્વારા વારંવાર શિંદે- ફડણવીસને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ વિશે ફડણવીસે શનિવારે કહ્યું, વિરોધીઓની લાઈન ડેડ થઈ ગઈ છે. તેમને ડેડલાઈન જોઈએ છે. અમે ટૂંક સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ કરીશું. અજિત પવારને હાર સામે દેખાતી હોવાથી તેઓ ટીકા કરી રહ્યા છે.

ઠાકરે સમર્થકોને સ્થાન અપાશે
દરમિયાન મંત્રીમંડળમાં અમુક આંચકા લાગવાની શક્યતા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના અમુક વિધાનસભ્યોમાં તેમાં સ્થાન મળી શકે છે એવું કહેવાય છે. આ સર્વ બાબતોને લીધે મંત્રીમંડળ વિસ્,તરણમાં વિલંત થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment