શાળાઓના શિક્ષકોની ઘટ:પાલનપુરમાં વિદ્યાસહાયક ઉમેદવારોની ભરતીને લઇને ધિરજ ખૂટી, આજે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા - Alviramir

શાળાઓના શિક્ષકોની ઘટ:પાલનપુરમાં વિદ્યાસહાયક ઉમેદવારોની ભરતીને લઇને ધિરજ ખૂટી, આજે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પ્રાથમિક શાળાઓનો શિક્ષકોની ઘટ વચ્ચે સરકાર વિદ્યાસહાયકોની ભરતી કરે તેવી રજૂઆત

બનાસકાંઠા જિલ્લાના વિદ્યાસહાયક ઉમેદવારોએ વિદ્યાસહાયકોની જગ્યા વધારે ભરતી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં અગાઉ 3300 વિદ્યાસહાયકોની ભરતી પણ અધૂરી રહી હતી પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ વચ્ચે સરકારે વિદ્યાસહાયકોની ભરતી કરે તેવી માંગ કરી છે.

ભરતી અધૂરી
બનાસકાંઠા જિલ્લાના વિદ્યાસહાયકનાં ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિદ્યાસહાયકોની જગ્યા વધારે ભરતી કરવા અને અગાઉ 3300 વિદ્યાસહાયકોની ભરતી અધૂરી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ઘટ વચ્ચે સરકાર વિદ્યાસહાયકોની ભરતી કરે તેવી માંગ કરી છે.

શિક્ષકોની ઘટનો પ્રશ્ન
વિધાસહાયકના ઉમેદવારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવતા સરકાર દ્વારા હાલ 3300 જેટલી વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી છે તેમાં 633 જેટલાં સરકારી શિક્ષકો આ ભરતીમાં ભાગ લીધો છે તેમાંથી અંદાજે 200 જેટલા રિપીટ થાય અને 31 મેં 2022ના 1537 જેટલાં શિક્ષકો નિવૃત્ત થયા છે, તો વાસ્તવિક ભરતી 1511 આસપાસ થાય અને હજુ તેમાંથી પણ સ્થળ પસંદગીમાં ગેરહાજર રહે એટલે જે શિક્ષકોની ઘટનો પ્રશ્ન હતો તે તેનો ત્યાં રહેવાનો છે.

આ ભરતી અગાઉની છે
હાલ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18 હાજરથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે RTE ACT મુજબ કુલ ખાલી જગ્યાના 60% વીડિયો સીધી ભરતીથી ભરવાનો ઠરાવ છે. 3300 જગ્યાઓ કુલ જગ્યાઓની માત્ર 20% ટકા જગ્યા છે. ટેટ વેલિડિટી વધવા કારણે હાલ કે પછી બેરોજગારની સંખ્યા 1 લાખથી પણ વધુ છે. 3300 જગ્યા એ વર્ષ 2019ના અગાઉના શિક્ષણ મંત્રી આપેલી જૂની ભરતી છે.

દર વર્ષે ટેટમાં 3300 ભરતી કરવાનો ઠરાવ
ત્રણ વર્ષની જૂની ભરતીમાં 18 હાજર જગ્યાઓ ખાલી હોવા છતાં જગ્ય માં વધારો કરેલો નથી, RTE મુજબ દર વર્ષે ટેટમાં 3300 ભરતી કરવાનો ઠરાવ થયેલો છે. જેથી ઓછી ભરતી આપેલ હોવાથી હજુ પણ સારા માર્ક ધરાવતા ઉમેદવારો નોકરીથી વંચિત રહી ગયા છે. જેવા અનેક મુદ્દાઓને લઇ વિદ્યાસહાયક ઉમેદવારો એ બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સત્વરે ભરતી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment