શિક્ષકો આકરાપાણીએ:બિન-શૈક્ષણિક કામનો બોજ વધતાં શૈક્ષણિક કાર્ય માટે સમયનો અભાવ; અન્ય કામગીરી ન સોંપવા સુર ઉઠ્યો - Alviramir

શિક્ષકો આકરાપાણીએ:બિન-શૈક્ષણિક કામનો બોજ વધતાં શૈક્ષણિક કાર્ય માટે સમયનો અભાવ; અન્ય કામગીરી ન સોંપવા સુર ઉઠ્યો

ગીર સોમનાથ (વેરાવળ)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • બેઠકમાં સંઘની કારોબારીની રચના કરી હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ
  • શિક્ષકોને કનડગત કરતા પ્રશ્નોની વિસ્તારપુર્વક ચર્ચાઓ કરવામાં આવી

વેરાવળમાં શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ, મધ્યાહન ભોજન અને બીએલઓના પ્રશ્નોની તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મળેલ કારોબારી બેઠકમાં તેનું નિરાકરણ લાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની રચના કરી હોદેદારોની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી.

પ્રશ્નોની વિગતવાર ચર્ચાઓ થઈ
વેરાવળમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક પ્રમુખ બીપીનભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં સંઘના મહામંત્રી લક્ષમણભાઈ પરમાર દ્વારા શિક્ષકોને લગતા મહત્વના પડતર પ્રશ્નોની રજુઆત કરી હતી. જેમાં મધ્યાહન ભોજન, શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અંગે તથા પ્રાથમિકના શિક્ષકો પાસેથી બીએલઓ તરીકે કરાવતી કામગીરી તેમના શિક્ષણકાર્યના રજાના દિવસોમાં કરાવવામાં આવે. કેમ કે કોઈપણ સમયે કામગીરી કરાવવાથી બાળકોનું શિક્ષણને અસર પહોચે છે. જેથી શિક્ષકો પાસે શેક્ષણિક કાર્યના સમય બાદ જ અન્ય કામગીરી કરાવવામાં આવે તે અંગે વિસ્તાર પૂર્વક ચર્ચાઓ થઈ હતી. આ પ્રશ્નોના ઉકેલ માટે સંઘની કારોબારીના સભ્યોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

વેરાવળમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક

વેરાવળમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક

પ્રશ્નોનું સાથે મળીને નિરાકરણ લાવીશું
બેઠકના અંતે સંઘના પ્રમુખ બીપીનભાઈ સોલંકીએ પ્રાથમિક શિક્ષકો માટે મુશ્કેલી સર્જતા તમામ પ્રશ્નોનું સંઘના નેતૃત્વમાં બધા સાથે મળીને ઉકેલ લાવીશું. આ સાથે વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની રચના કરી હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સિનિયર ઉપપ્રમુખ તરીકે મુળુભાઈ છાત્રોડીયા, ઉપપ્રમુખ રામભાઈ બારડ, ખજાનચી જગદીશભાઈ નિમાવત, કાર્યધ્યક્ષ કેસરભાઈ પરમાર, કાર્યાલય મંત્રી જીજ્ઞેશભાઈ રામ, સંગઠન મંત્રી વિજયભાઈ વાળા, સહ મંત્રી ભુપતભાઇ ખેર, પ્રચારમંત્રી મેહેન્દ્રભાઈ પીઠીયા, ભરતભાઈ બારડ, ઓડીટર અલકેશભાઈ ભટ્ટની વરણી કરાઈ હતી. આ બેઠકમાં તાલુકાના બીઆરસી કો.ઓર્ડીનેટર સંદીપભાઈ સોલંકી તમામ પે.સે.ના આચાર્યો, સીઆરસી કો.ઓર્ડીનેટર અને તમામ ડેલીગેટ શિક્ષકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment