શિક્ષણ:વનિતા વિશ્રામ યુનિવર્સિટીએ ‌બીકોમ, BA-BBAમાં સરખું પેપર આપ્યું - Alviramir

શિક્ષણ:વનિતા વિશ્રામ યુનિવર્સિટીએ ‌બીકોમ, BA-BBAમાં સરખું પેપર આપ્યું

સુરત2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમ, પરીક્ષાનો સમય બદલાયો હતો
  • સવારે BA-‌‌BBAમાં અપાયેલું પેપર સાંજે પણ રિપીટ થયું

હાલમાં જ યુનિવર્સિટીનો દરજ્જો મેળવારી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી વિવાદમાં આવી છે.યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં એક જ પેપર બે અલગ અલગ સમયે બે અલગ-અલગ કોર્સના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે.વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી દ્વારા તા.14મી જુલાઇના રોજ એટીકેટીની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ અંગ્રેજીની પરીક્ષામાં એક જ પ્રશ્નપત્ર બે અલગ અલગ અભ્યાસક્રમોમાં આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન બી.કોમ, બી.બી.એની અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.

આ પરીક્ષામાં જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું તે જ પ્રશ્નપત્ર બેઠું બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન લેવાયેલી બી.એ.ની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. જોકે, પ્રશ્નપત્ર પર અભ્યાસક્રમ એટલે બી.કોમની જગ્યાએ બી.એ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. કોલેજને આ બાબતની જાણ કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે કોલેજનો સંપર્ક કરાતા વાઇસ ચેરમેને જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment