શિક્ષણ વિભાગનો નિર્ણય:વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા જિલ્લામાં સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે - Alviramir

શિક્ષણ વિભાગનો નિર્ણય:વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા જિલ્લામાં સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પુરની.પરિસ્થિતિ જોઈને ગત સોમવારથી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઓફલાઇન શિક્ષણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો હતો
  • પુરની સ્થિતિમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ન મુકાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા મુશળધાર વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે તેમજ ભયજનક સપાટી ઉપર વહી રહી હતી. વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ પ્રાથમિક, માઘ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, શાળા, કોલેજ અને ITI સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહે કરીને તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઓનલાઈ એજ્યુકેશન આપવા સૂચના આપવામાં આવી હતી. રવિવારે જિલ્લાનું હવામાન ખુલ્લું જણાઈ આવતા સોમવારથી જિલ્લાની તમામ શાળાઓને ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવા જિલ્લા કલકેટરે જણાવ્યું છે.

પૂરની સ્થિતિના કારણે શાળા-કોલેજો બંધ રખાઈ હતી
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ગઈ રવિવારથી પડી રહેલા મુશળધાર વરસાદને લઈને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ અને ITI સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વરસાદ અને જિલ્લામાં પુરની સ્થિતિને ધ્યાને રાખીને તમામ શાળાઓમાં તબક્કાવાર રજા જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પુરમાં શાળાએ જતી વખતે કે ત્યાંથી પરત ફરતી વખતે પૂરના પાણીમાં ફસાઈ ન જાય વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં ન મુકાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા શાળાઓ શરૂ કરવા નિર્ણય
રવિવારે દિવસ દરમ્યાન વલસાડ જિલ્લામાં ખુલ્લું હવામાન જોવા મળ્યું હતું. ઉપર વાસમાં પણ વરસાદ ન હોવાથી જિલ્લાની તમામ શાળાઓને સોમવારથી અભ્યાસ કરી શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લાની તમામ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓ તેમજ જિલ્લાની તમામ કોલેજ અને ITI તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ સોમવારથી ઓફલાઇન અભ્યાસ માટે શરૂ કરવા આવશે. જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને શાળા કોલેજ કે ITIના નિયત સમયે અભ્યાસ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment