શિશુનું ભ્રૂણ મળ્યું:સુરતના પાંડેસરામાં નવજાતનું ભ્રૂણ કચરામાંથી મળી આવતા જનેતા પર લોકોએ ફિટકાર વરસાવી - Alviramir

શિશુનું ભ્રૂણ મળ્યું:સુરતના પાંડેસરામાં નવજાતનું ભ્રૂણ કચરામાંથી મળી આવતા જનેતા પર લોકોએ ફિટકાર વરસાવી

સુરત12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સ્થાનિકોએ કચરાના ઢગલા વચ્ચે પડેલા નવજાત ભ્રૂણ અંગેની માહિતી મળતા પોલીસને જાણ કરી.

  • સ્થાનિકોએ પોલીસને જાણ કરતા વધુ તપાસ શરૂ થઈ

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાંથી નવજાત શિશુનું ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોએ કચરાના ઢગલા વચ્ચે પડેલા નવજાત ભ્રૂણ અંગેની માહિતી મળતા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી

ગલીમાં નવજાતનું ભ્રૂણ મળ્યું
પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીની વાલ્મીકિ ગલીમાં નવજાત શિશુનું ભ્રૂણ મળી આવ્યો હતો જેથી સ્થાનિક ચોકી ગયા હતા. કોઈ ગર્ભવતીએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને જન્મ આપ્યા બાદ તેનો ત્યાગ કર્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

લોકોએ ફિટકાર વરસાવી
નવજાત મૃત હાલતમાં મળી આવ્યા બાદ પોલીસને જાણ કરી હતી. બાદમાં નવજાતના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે નવજાતને કોઈ જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે જન્મ આપ્યા બાદ ત્યાગ કર્યો હોય એટલે મોત થયું હોય શકે અથવા તો મૃત જન્મ થયા બાદ ત્યાગ કર્યો હોય એ આશંકાએ લોકોએ જનેતા પર ફિટકાર વરસાવી છે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment