શુક્રવારની રાતે આ ઉપાય કરી લીધો તો થશે માતા લક્ષ્મીની અપાર કૃપા - Alviramir

શુક્રવારની રાતે આ ઉપાય કરી લીધો તો થશે માતા લક્ષ્મીની અપાર કૃપા

Astrology

oi-Manisha Zinzuwadia

|

Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ધાર્મિક ગ્રંથોમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. લોકો દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે લાખ પ્રયાસો કરે છે. આ માટે તેઓ નિયમિત પૂજા કરે છે, વિવિધ પગલાં લે છે. સખત મહેનત કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ બધા સિવાય કેટલાક અન્ય ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જો શુક્રવારની રાત્રે આ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી. આ ઉપાયો કરવાથી વ્યક્તિ આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે. તેમજ ભૌતિક સુખો પણ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ શુક્રવારની રાત્રે કયા ઉપાયો કરી શકાય છે.

શુક્રવારે કરો આ ખાસ ઉપાય

  • જો તમે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. જો પૈસાની તંગી તમારો સાથ નથી છોડી રહી તો અમે તમને જણાવી દઈએ કે શુક્રવારે રાત્રે અષ્ટ લક્ષ્મીની પૂજા કરવાથી ફાયદો થશે.
  • मंत्र: ‘ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा’
  • શુક્રવારની રાત્રે મા અષ્ટ લક્ષ્મીની પૂજા કરવા માટે લાલ કપડા પર મા લક્ષ્મી અને શ્રી યંત્રની તસવીર સ્થાપિત કરીને તેની વિધિવત પૂજા કરો. આમ કરવાથી વ્યક્તિનો વેપાર વધે છે.
  • સનાતન ધર્મમાં અષ્ટગંધનુ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યુ છે. એવુ કહેવાય છે કે શુક્રવારે રાત્રે દેવી લક્ષ્મી અને શ્રી યંત્રને અષ્ટગંધ સાથે તિલક કરો. તેનાથી જીવનની સમસ્યાઓ દૂર થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
  • એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો. શુક્રવારે રાત્રે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુને જલાભિષેક કરવાથી સમસ્યાઓ દૂર થશે. તેમજ ઘરમાં પૈસા અને ભોજનનુ આગમન થશે.

English summary

If you do this remedy on Friday night, you will be blessed by Mother Lakshmi

Story first published: Friday, July 29, 2022, 10:55 [IST]

Leave a Comment