શોધખોળ:રૂ.1.48 કરોડના દાગીનાની લૂંટમાં બિલ્કિશના પિતા-પુત્રની શોધખોળ - Alviramir

શોધખોળ:રૂ.1.48 કરોડના દાગીનાની લૂંટમાં બિલ્કિશના પિતા-પુત્રની શોધખોળ

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જેલમાં રહેલા પતિને છોડાવવા મોટો હાથ મારવા કાવતરું રચ્યું’તું

શહેરના જામનગર રોડ પરની બજરંગવાડીમાં રહેતી અને હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલી નામનચીન બિલ્કિશ જેલમાં રહેલા તેના પતિને જેલમાંથી છોડાવવા કુખ્યાત મહિલાએ લૂંટનું કાવતરું રચ્યું હતું, અને જ્વેલરીના શો-રૂમના કર્મચારીઓને રૂ.2.50 કરોડના દાગીના સાથે બોલાવી રૂ.1.48 કરોડના દાગીના લૂંટી લીધા હતા, લૂંટમાં મહિલાને તેના પિતા અને પુત્રએ મદદ કરી હતી, પોલીસે મહિલાને ઝડપી લઇ લૂંટાયેલા દાગીના કબજે કર્યા હતા પરંતુ તેના પિતા અને પુત્ર ફરાર થઇ ગયા હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

શનિવારે બપોરે બિલ્કિશે વીડિયો કોલિંગથી 2.50 કરોડના દાગીના પસંદ કર્યા હતા, અને ચાર કર્મચારી એ દાગીના લઇને બિલ્કિશના ઘરે ગયા હતા, જેમાંથી બિલ્કિશે 1,48,43,282ના દાગીના પસંદ કર્યા હતા અને ફાઇનલ હિસાબ માટે વિશાલને બોલાવ્યો હતો, વિશાલ ત્યાં પહોંચતા જ બિલ્કિશે દાગીના ભરેલું પાર્સલ વિશાલના હાથમાંથી ઝૂંટવી લીધું હતું અને બિલ્કિશના પિતા હનિફ સોઢા તથા બિલ્કિશના પુત્ર કેનોને વિશાલને પકડી રાખ્યો હતો.

રૂ.1.48 કરોડના દાગીનાનું પાર્સલ બિલ્કિશે પોતાના બેડરૂમમાં છુપાવી દીધું હતું અને બિલ્કિશ, તેનો પિતા હનિફ તથા પુત્ર કેનોન કારમાં નાસી છૂટ્યા હતા, જોકે પોલીસે બિલ્કિશને ઝડપી લઇ લૂંટાયેલા તમામ દાગીના કબજે કર્યા હતા, હનિફ અને કેનોન હજુ પણ પોલીસને હાથ આવ્યા નહતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment