સંભાવના:IIT ગુવાહાટી અને પારુલ યુનિવર્સિટી વચ્ચે MOU - Alviramir

સંભાવના:IIT ગુવાહાટી અને પારુલ યુનિવર્સિટી વચ્ચે MOU

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આયુર્વેદિક સંશોધનથી હેલ્થકેરમાં નવી સંભાવના શોધાશે

પારુલ યુનિવર્સિટી ખાતે આયુર્વેદિક સંશોધન દ્વારા ડેટાને એકત્ર, રેકોર્ડ અને વિશ્લેષણ કરવાની પદ્ધતિમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. પારૂલ યુનિ.ની ફેકલ્ટી ઓફ આયુર્વેદિકે IOT, IT અને બાયોટેક્નોલોજી ઇન્સ્ટ્રુમેન્ટેશનની મદદથી પ્રાકૃતિક ચિકિત્સા ક્ષેત્રે સંશોધન અને ઇનોવેશન માટે આધુનિક ટેક્નોલોજીનો લાભ લેવા આઇઆઇટી ગુવાહાટી સાથે MOU કર્યા છે.

પારુલ યુનિ. ખાતે મેડિકલ ડાયરેક્ટર ડો.કોમલ પટેલ અને આઇઆઇટી ગુવાહાટીના ડાયરેક્ટર ડો.ટીજી સીતારામે સંશોધનના સંભાવનાને આગળ ધપાવવા એમઓયુ કરી ખાતરી આપી છે. એમઓયુ હેઠળ IIT ગુવાહાટી અને ફેકલ્ટી ઓફ આયુર્વેદ, પારુલ યુનિ.શિક્ષણ અને આરએન્ડડીના ક્ષેત્રોમાં સહયોગ કરશે તેમજ ફેકલ્ટી ઓફ આયુર્વેદ, પારુલ યુનિ.માં UG, PG અને ડોક્ટરલ પ્રોગ્રામમાં સુધારા માટે કામ કરશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment