સક્રમિત:પાટણ જિલ્લામાં 19 કેસ, 3 દર્દીઓ સાજા થયા - Alviramir

સક્રમિત:પાટણ જિલ્લામાં 19 કેસ, 3 દર્દીઓ સાજા થયા

પાટણ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાટણમાં 9, સિદ્ધપુરમાં 6, ચાણસ્મામાં 2 અને સરસ્વતીમાં 1 સક્રમિત

પાટણ જિલ્લામાં શનિવારે કેસમાં ઉછાળા બાદ રવિવારે ફરી 14 કેસના ઘટાડા સાથે જિલ્લામાં નવા 19 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ શહેરમાં જ 6 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં નોંધાયેલ નવા 19 કેસમાં પાટણ શહેરમાં 6 તેમજ હાંસાપુર, બાલીસણા અને વડલી ગામમાં એક એક મળી કુલ તાલુકામાં 9 કેસ, ચાણસ્મા શહેરમાં 2, સિદ્ધપુર શહેરમાં 3 તેમજ ડીંડરોલ, કાકોશી, દેથળી અને ફુલપુરા ગામમાં એક એક મળી તાલુકામાં 6 કેસ, સરસ્વતીના ઓઢવા ગામમાં એક કેસ નોંધાયો હતો.જિલ્લામાં 1486 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.જેમાં 19ના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા.24 કલાકમાં વધુ 3 દર્દીઓ સ્વસ્થ હાલમાં 129 કેસ એક્ટિવ છે.

મોડાસામાં 36 કોરોના કેસ નોંધાયા, 31 સાજા થયા
મહેસાણા જિલ્લામાં રવિવારે ગ્રામ્ય વિસ્તારોમાં 24 અને શહેરીમાં 12 મળીને કુલ 36 કોરોના કેસ નોધાયા છે. જ્યારે કોરોના સારવાર દરમ્યાન સાજા થતાં 31 વ્યક્તિને ડિસ્ચાર્જ કરાયા છે. રવિવારે મહેસાણા શહેરમાં 8 અને ગ્રામ્યમાં 12 મળી 20, વડનગર શહેર 2 અને ગ્રામ્યમાં 2 મળી 4, ઊંઝા શહેરમાં 1 અને ગ્રામ્યમાં 2 મળી 3, જોટાણામાં 5, બહુચરાજીમાં 2, ખેરાલુ શહેરમાં 1 અને ગ્રામ્યમાં 1 મળીને 2 કેસ નોંધાયા છે. જિલ્લામાં રવિવારે સૌથી વધુ મહેસાણા તાલુકામાં 20 કેસ નોધાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment