સન્માન મળ્યુ:દાહોદના વતની ભાવિન દેસાઈને આદિત્ય બિરલા કંપનીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો - Alviramir

સન્માન મળ્યુ:દાહોદના વતની ભાવિન દેસાઈને આદિત્ય બિરલા કંપનીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્સેલન્સ એવોર્ડ મેળવી શહેર,સમાજનુ ગૌરવ વધાર્યુ

મૂળ દાહોદના ભાવિન દેસાઈ આદિત્ય બિરલા કંપની, પનવેલ (મુંબઈ)માં સાયન્ટીસ્ટ તરીકે ફરજ બજાવે છે. બિરલા કંપનીમાં સતત 14 વર્ષ કરેલી ઉમદા કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

2019માં મેટલરજી મા Phd થયા
2001 માં ચેન્નઈ IIT ખાતેથી M.Tech ના અભ્યાસક્રમનો અઘરો ટાસ્ક સફળતાથી પાર પાડ્યા બાદ વિવિધ સ્થળોએ નોકરી અંતર્ગત ફરજ બજાવતા છેલ્લા 14 વર્ષથી મુંબઈ ખાતે આદિત્ય બિરલા સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રા.લિ.માં ‘લીડ સાયન્ટીસ્ટ કોપર રિસર્ચ ડોમેઇન લીડર’ તરીકેના ઉચ્ચ સ્થાને ફરજ બજાવતા ભાવિન સુરેન્દ્રભાઈ દેસાઈએ 2019 માં મુંબઈ પવઈ IIT થી મેટર્લજી વિષય સાથે PhD (ડોક્ટરેટ)ની સિદ્ધિ મેળવી હતી.

સતત ચાર વર્ષ શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડ મેળવ્યા
અગાઉ ડૉ. ભાવિન દેસાઈને આદિત્ય બિરલા ગ્રુપ તરફથી સતત ચાર વર્ષ શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડ એનાયત કરાયા હતા. સાથે તાજેતરમાં નાગપુર ખાતે યોજાયેલ 26 મી “ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નોનફેરસ મેટલ” નામે મલ્ટીનેશનલ કંપનીઓના આંતરરાષ્ટ્રીય કક્ષાના સમારંભમાં ડૉ‌‌. ભાવિન દેસાઈને રિસર્ચ ક્ષેત્રનો ઉચ્ચત્તમ ગણાતો ‘સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્સેલન્સ એવોર્ડ’ એનાયત થયો છે.જે દાહોદ શહેર અને વૈષ્ણવ સમાજ માટે ગૌરવની બાબત છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment