સફળ સારવાર:દર્દીના જમણા હાથના અંગૂઠાની જગ્યાએ પગનો અંગૂઠો બેસાડાયો - Alviramir

સફળ સારવાર:દર્દીના જમણા હાથના અંગૂઠાની જગ્યાએ પગનો અંગૂઠો બેસાડાયો

મુંબઈએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ક્રશ મશીનમાં હાથનો અંગૂઠો સંપૂર્ણ કપાઈ ગયો હતો

ગુરુવાર 15 જુલાઈના વૈશ્વિક પ્લાસ્ટિક સર્જરી દિવસ હતો તે નિમિત્તે આ સર્જરીનો એક રસપ્રદ કિસ્સો બહાર આવ્યો છે. પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિક સર્જરી પ્રત્યે હવે ઝોક વધી ગયો છે. જંતુનો ચેપ, કેન્સર, અકસ્માત, દાઝવું અથવા અન્ય કોઈ પણ કારણસર શરીરનાં અવયવોને નુકસાન થવા પર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. આ સાથે શરીરનું સૌંદર્ય વધારવું તે કોસ્મેટિક સર્જરીનો ઉદ્દેશ હોય છે.

નવી મુંબઈની અપોલો હોસ્પિટલ્સમાં એક 36 વર્ષીય દર્દીના કપાયેલા હાથના અંગૂઠાની જગ્યાએ તેના પગનો અંગૂઠો સફળતાથી પ્રત્યારોપણ કરવામાં આવ્યો છે. દર્દી ખારઘરનો રહેવાસી છે. એક ક્રશ મશીનમાં અકસ્માતે તેનો હાથ આવી ગયો હતો, જેમાં તેના જમણા હાથનો અંગૂઠો આંગળીના સાંધાના હાડકાથી સંપૂર્ણ તૂટી ગયો હતો અને તે ફરી ગોઠવવાનું શક્ય નહોતું.

તેને માટે પગનો અંગૂઠો પ્રત્યારોપિત કરવાનો વિકલ્પ સારો જણાયો, પરંતુ દર્દીએ શરૂઆતમાં ઈનકાર કર્યો. તેને બદલે ગ્રોઈન ફ્લેપ કવરનો વિકલ્પ સ્વીકાર્યો. જોકે સર્જરી પછી તે જગ્યામાં મોટો ભાગ તૈયાર થયો, જે સારો દેખાતો નહોતો.ગ્રોઈન ફ્લેપ કવર આગળ જતાં બોન ગ્રાફ્ટિંગ થકી અંગૂઠો લાંબો કરવાની યોજના સામે રાખીને જોડવામાં આવ્યું હતું અને તેને લીધે આંગળીમાં જે વિકૃતિ આવશે તે દૂર કરવા ડિસ્ટ્રેક્ટરની મદદથી એક સર્જરી કરવાનું નક્કી થયું હતું.

જોકે દર્દીને પછી સમજમાં આવતાં પગનો અંગૂઠો હાથના અંગૂઠામાં પ્રત્યારોપણ કરવાની તૈયારી બતાવી. સર્જરી સફળ થઈ છે. દર્દી અંગૂઠાનું બધા પ્રકારનું હલનચલન કરી શકે છે. સર્જરીના પાંચ દિવસે તેને ઘરે મોકલવામાં આવ્યો. છ અઠવાડિયા ફિઝિયોથેરપી કર્યા પછી અંગૂઠાની મદદથી તે સર્વ પ્રકારનું હલનચલન કરી શકે છે, એમ પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જન ડો. વિનોદ વિજે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment