મુંબઈએક કલાક પહેલા
- કૉપી લિંક
- એકનાથ શિંદે કાગળ પર સમર્થન પત્ર લખાવીને લઈ રહ્યા છે
શિવસેનામાં પહેલી જ વાર મોટે પાયે બળવો થતાં પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાવધ થઈ ગયા છે ત્યારે બીજી બાજુ એકનાથ શિંદે પણ પોતાની સાથે આવેલા વિધાનસભ્યો ફેરવી નહીં તોળે તે માટે સાવધાની રાખી રહ્યા છે. ઠાકરેએ રાજ્યભરના શિવસૈનિકો પાસે રૂ. 100ના સ્ટેમ્પપેપર પર એફિડેવિટ ભરીને મગાવ્યું છે, જ્યારે શિંદેએ પોતાના જૂથ પાસે સાદા કાગળ પર સમર્થન પત્ર લખીને માગ્યું છે.
શિંદે અને સમર્થક વિધાનસભ્યોના બળવાને લીધે શિવસેનામાં હાલ બે જૂથ ઊભા થયાં છે. નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરો પોતાની સાથે રહે તે માટે બંને તરફ જોરદાર પ્રયાસ ચાલુ છે, જેમાં તેઓ કોઈ કસર બાકી રાખવા માગતા નથી. તેમાં વળી બંને તરફથી હવે કાર્યકરો અને સમર્થકો પાસેથી એફિડેવિટ લખાવીને મગાવવામાં વી રહ્યું છે. યવતમાળના બળવાખોર સંજય રાઠોડના જનસંપર્ક કાર્યાલયમાં સમર્થકો પાસેથી આ જ રીતની એફિડેવિટ લખાવીને લેવામાં આવી રહી છે.
બીજી બાજુ જલગામમાં શિવસૈનિકો પાસેથીઆ જ રીતે એફિડેવિટ લખાવીને લેવામાં આવી રહ્યું છે. ઠાકરે સાથે રહેલાને રૂ. 100ના સ્ટેમ્પપેપર પર લખાવીને લેવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ સ્તરે આદેશ આવવાથી આ ઝુંબેશનો અમલ કરવામાં આવી રહ્યો છે એમ તેઓ કહે છે.