સમસ્યા:કરંજ-માતાવાડીમાંં હપ્તાખોરીનું સામ્રાજ્ય વિસ્તારમાં ગંદકીની સમસ્યા દૂર થતી નથી - Alviramir

સમસ્યા:કરંજ-માતાવાડીમાંં હપ્તાખોરીનું સામ્રાજ્ય વિસ્તારમાં ગંદકીની સમસ્યા દૂર થતી નથી

સુરત41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વોર્ડ નં. 14 અને 15માં સ્નેચિંગ, ગંદકી, ખુલ્લી ખાડી, લારી-ગલ્લાવાળાના દબાણ અને ટ્રાફિકની સમસ્યાથી પ્રજા ત્રસ્ત
  • ડેપ્યુટી મેયરના વોર્ડમાં લોકોની ફરિયાદ, ચૂંટણી પછી નગરસેવકો વિસ્તારમાં ડોકિયું પણ કરતાં નથી

વોર્ડ નંબર 14 અને 15ના મતદારો પોતાના વિસ્તારની સમસ્યાઓ નગરસેવકોને જાતે રજૂ કરી શકે તે માટે દિવ્ય ભાસ્કર દ્વારા આઈમાતા રોડ પર આવેલી નોબલ પબ્લિક સ્કૂલ ખાતે રૂબરૂ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બંને વોર્ડના મતદારો પોતાની સમસ્યા રજૂ કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીના વોર્ડ નં.14માં અસામાજિક તત્વોની ખુલ્લે આમ દાદાગીરી, સ્નેચિંગ, ગંદકી, ખુલ્લી ખાડી તુટેલા રસ્તા, દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા, ગાર્ડન, લાઈબ્રેરીમાં અસુવિધા સહિતની સમસ્યાઓ રજૂ કરાઈ હતી. જોકે મદતારોને સાંભળવા દિનેશ જોધાણી ન આવતા લોકો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો. વોર્ડ નં. 14 (ઉમરવાડા-માતાવાડી)ના બીજેપીના કોર્પોરેટર રાજેશ્રી મૈસુરિયા, મધુ ખેની, નરેશ ધામેલિયા અને વોર્ડ 15 (કરંજ-મગોબ)ના કોર્પોરેટર મનિષા આહિર, રૂપા પંડ્યા, રાજુ જોળિયા અને ધર્મેશ ભાલાળા લોકોના સવાલોથી બચવા માટે કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતાં.

‘પાલિકા સમસ્યાઓના ઉકેલ માટે કટિબદ્ધ છે’
આ કાર્યક્રમમા વરાછા ઝોન એના જુનિયર ઈજનેર મયંકરાવલ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે લોકોની સમસ્યા સાંભળીને કહ્યું હતું કે, તમામ સમસ્યાની અમે નોંધ કરી લીધી છે. ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીને સમસ્યાનું સમાધાનકરવાનો પ્રયાસ કરાશે. ખરાબ રસ્તાઓને પણ તબક્કાવાર રિકાર્પેટ કરાશે. ખાડીની સમસ્યા માટે તંત્રએ રણનીતિ બનાવી છે. આ અંગે પણ ટૂંકમાં રાહત થશે. ’

ડાહ્યા પાર્ક રોડ પર થતી ચીલઝડપ માટે કઈંક કરો
જનક કાછડિયા : ડાહ્યા પાર્ક રોડ પર ચિલ ઝડપથની ઘટનાઓ ખુબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે. ઉપરાત ખુબ જ અસામાજિક તત્વો ફરે છે તેમને કંટ્રોલ કરવામાં આવે.વિસ્તારની ગંદકી પણ વહેલી તકે દૂર કરવામાં આવે.

અમારા વિસ્તારમાં હેલ્થ સેન્ટરની વ્યવસ્થા કરો
મનિષા કાછડિયા : અરોગ્ય, આંગણવાડી, કચરાનો નિકાલ, શાક માર્કેટની વ્યવસ્થા કરાય, હેલ્થ સેન્ટરો ખોલાય, ગેસ બોટલ, શાકભાજીમાં રોજ ભાવ વધારો થઈ રહ્યો છે. અમારા વિસ્તારમાંથી ટ્રાફિકની સમયસ્યા દૂર કરાય.

ખાડી પૂરીને રસ્તો બનાવાય તો ટ્રાફિકનું ભારણ ઘટશે
રમેશ વળિયા : સહારા દરવાજાથી કડોદરા રોડ પર આવેલા ઓર્ચિડ માર્કેટની પાસેથી પસાર થતી ખાડી પરનો રોડ રસ્તો કંપલીટ કરવામાં આવે તો મચ્છરનો ત્રાસ ઓછો થાય. ખાડી પેક કરી રોડ બનાવો તો ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે.

રેસિડન્સમાંથી એમ્બ્રોઇડરી મશીનોને દૂર કરવામાં આવે
​​​​​​​સુર્યકાંત ખીચડિયા : વોર્ડ નંબર 14માં અસામાજિક તત્વો ખુલ્લે આમ ફરી રહ્યા છે. તેમની સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. રેસિડન્સ એરિયામાં એમ્બ્રોઈડરી મશીનો ધમધમી રહ્યાં હોવાથી રહેવાસીઓ ધ્વનિ પ્રદૂષણથી પરેશાન છે.

છેલ્લા 27 વર્ષથી ડ્રેનેજની સમસ્યા દૂર નથી કરાઈ
મંગુરામ વર્મા : અમારે ત્યાં 27 વર્ષથી ડ્રેનેજ લાઈનની સમસ્યા છે, પાણી રસ્તા, ફૂટપાથ અને સ્ટ્રિટ લાઈટની સમસ્યા છે. પ્રાથમિક સુવિધાઓ માટે કામગીરી કરાતી નથી. આ બાબતે ડેપ્યુટી મેયરને રજૂઆત કરી છે છતાં કોઈ કામ કરાતું નથી.​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment