સમસ્યા:દહેગામમાં 3 માસથી ગટર ઉભરાવાથી બંગ્લોઝના રહીશો બન્યા પરેશાન - Alviramir

સમસ્યા:દહેગામમાં 3 માસથી ગટર ઉભરાવાથી બંગ્લોઝના રહીશો બન્યા પરેશાન

દહેગામ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શુભ વાસ્તુ અને શુભ વિલાના સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કાઉન્સિલરોને રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય

દહેગામ શહેરમાં આવેલા શુભ વાસ્તુ બંગલોઝ તેમજ શુભ વાસ્તુ વિલા સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી ઉભરાતી ગટરના પાણીથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. આ અંગે પાલિકાના તંત્રને રજૂઆતો કરવા છતાં ઉકેલ લાવવામાં નહી આવતા સ્થાનિક રહીશોએ આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

દહેગામ શહેરમાં આવેલા શુભ વાસ્તુ વિલા તેમ જ શુભ વાસ્તુ બંગલોઝના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જ છેલ્લા ત્રણ મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાને તેમજ વોર્ડના કાઉન્સિલરોને વારંવાર રૂબરૂ તેમજ ટેલીફોનિક રજૂઆતો કરી હતી પરંતુ તંત્રના બહેરા કાને આ સમસ્યા પહોંચી ન હતી આથી ત્રસ્ત થઈ રહીશોએ આખરે ગત અઠવાડિયે ચીફ ઓફિસરને મળી લેખિત રજૂઆત કરી હતી સાથે સાથે આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી કાર્યાલય જિલ્લા કલેકટરને પણ મોકલવામાં આવી હતી.

તાજેતરમાં થયેલા થયેલા વરસાદને કારણે આ સમસ્યા વધુ વકરી અને ગટર લાઈનમાં ભળી ગયેલા આસપાસની સોસાયટીઓના પાણી પણ આ બંને સોસાયટીઓના નાકે પ્રવેશ દ્વારમાં જ આવેલી કુંડીઓમાંથી બેક મારતા રહીશોને આવા દૂષિત પાણીમાંથી પગે ચાલીને પસાર થવાની નોબત આવી છે તો બીજી તરફ માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી ત્રસ્ત થયેલા રહીશોના ઘરોમાં પણ ગટરના પાણી બેક મારતા ઘરમાં સાપના કણા સહિતના જીવ જંતુઓ નીકળવાની સમસ્યા સર્જાય છે.

આ મામલે કંટાળેલા રહીશોએ ગયા અઠવાડિયે ચીફ ઓફિસરને મળી રૂબરૂ પોતાની રજૂઆત કરી હતી. ત્યારે ચીફ ઓફિસરે તાત્કાલિકના ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી. પરંતુ તેને પણ આઠ આઠ દિવસનો સમય વિતવા છતાં પણ આ સમસ્યા ઠેર ને ઠેર રહેવા પામી છે. જો નજીકના સમયમાં જ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આ વિસ્તારના રહીશો જલદ આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment