સમાનકામ સમાનવેતન:બોટાદ જિલ્લા કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આઉટ સોરશીંગ તેમજ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ આપ્યું નાયબ કલેકટરને આવેદન પત્ર - Alviramir

સમાનકામ સમાનવેતન:બોટાદ જિલ્લા કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આઉટ સોરશીંગ તેમજ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ આપ્યું નાયબ કલેકટરને આવેદન પત્ર

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad District Contract System, Out Sourcing As Well As Employees Working As Daily Workers Submitted A Letter Of Complaint To The Deputy Collector.

બોટાદએક કલાક પહેલા

ગુજરાત રાજ્ય સરકારમાં સરકારી નોકરી કરતા તેમજ કોન્ટ્રાક્ટ સિસ્ટમ,આઉટ સોરશીંગ તેમજ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા વારંવાર કામગીરી અને વેતનનો મામલો પ્રકાશમાં આવતો જોવા મળે છે. ત્યારે આજે બોટાદ જિલ્લા કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયત તેમજ અન્ય સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ જેવા કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આઉટ સોરશીંગ તેમજ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારી ઓ દ્રારા સમાનકામ સમાનવેતનની મુખ્ય માંગ સાથે બોટાદ જિલ્લા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

બોટાદ જિલ્લા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું
આવેદનપત્રમાં સરકારી કચેરીમાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર દ્વારા જે લાભો આપવામાં આવે છે તે મુજબ મળવા પાત્ર લાભો અમને પણ મળે તેવી રજુત કરવામાં આવી હતી. તેમજ જોબ ની સિક્યુરિટી પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં હતા. તેમજ આ કર્મચારીઓની વેદના મુખ્યમંત્રી પણ સાંભળે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં અલગ-અલગ કચેરીના કોન્ટ્રાક્ટસિસ્ટમ,આઉટ સોરશીંગ તેમજ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment