સમિતિ શ્રેષ્ઠ શીર્ષક પસંદ કરશે:રાજકોટમાં મેળાના શીર્ષક માટે સ્પર્ધા, શ્રેષ્ઠ નામ આપનારને પુરસ્કાર - Alviramir

સમિતિ શ્રેષ્ઠ શીર્ષક પસંદ કરશે:રાજકોટમાં મેળાના શીર્ષક માટે સ્પર્ધા, શ્રેષ્ઠ નામ આપનારને પુરસ્કાર

રાજકોટ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લોકો 27મી સુધી પત્ર કે ઈ-મેલથી એન્ટ્રી મોકલી શકશે

રાજકોટમાં રેસકોર્સના મેદાનમાં જન્માષ્ટમી નિમિત્તે તા.17 ઓગસ્ટથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવાનું નક્કી કરાયું છે. લોકમેળાનું આકર્ષક શીર્ષક આપનારા સ્પર્ધકને પુરસ્કારથી નવાજવામાં આવશે. રાજકોટ શહેરમાં આ વર્ષનો લોકમેળો તા.17થી 21 ઓગસ્ટ સુધી યોજાશે.

આ મેળાનું શીર્ષક મેળવવા માટે સ્પર્ધાનું આયોજન કરાયું છે. શીર્ષક એટલે કે ‘રંગીલો લોકમેળો’, ‘થનગનાટ લોકમેળો’,‘જમાવટ લોકમેળો’, ‘કાઠિયાવાડી લોકમેળો’, આ પ્રકારના શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય હોવું જોઇએ. વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકાશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, પરિવેશ, રહેણીકહેણી, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ. સ્પર્ધકે એન્ટ્રી પત્રથી અથવા ઇ-મેલથી મોકલી શકશે.

સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ – 27 જુલાઈ નક્કી કરાઈ છે. આ સ્પર્ધામાં કોઇ પણ ભાગ લઇ શકશે. સ્પર્ધકોએ એન્ટ્રી મોકલવાનું સરનામું લોકમેળા અમલીકરણ સમિતિ, કલેક્ટર કચેરી, ખાસ શાખા, શ્રોફ રોડ, રાજકોટ. જ્યારે ઇ-મેલ આઇ.ડી. collectorsbranch@gmail.com ઉપર મોકલી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment