સરકારના નિર્ણયનો વિરોધ:આવશ્યક ચીજો પર 5% GSTનો વિરોધ,અનાજ બજારો બંધ રહ્યાં, કાલુપુર ચોખા બજાર, લાટ બજાર, રેવડી બજારે બંધ પાળ્યો - Alviramir

સરકારના નિર્ણયનો વિરોધ:આવશ્યક ચીજો પર 5% GSTનો વિરોધ,અનાજ બજારો બંધ રહ્યાં, કાલુપુર ચોખા બજાર, લાટ બજાર, રેવડી બજારે બંધ પાળ્યો

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અનબ્રાન્ડેડ પેક્ડ અનાજ, કઠોળ, લોટ લેવી આવશ્યક ચીજવસ્તુ પર 5 ટકા જીએસટી લાદવાના સરકારના નિર્ણયના વિરોધમાં શનિવારે અનાજના જથ્થાબંધ બજારોઓએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો. બંધમાં રાજ્યની લગભગ 305 એપીએમસીએ જોડાઇ હતી.

અનાજ કઠોળના બજારના વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળ્યો
કાલુપુર ચોખા બજાર, લાટ બજાર સહિતના મોટા અનાજ કઠોળના બજારના વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો. કાલુપુર ચોખા બજારના વેપારી અગ્રણી હરેશકુમાર આશાનંદે જણાવ્યું હતું કે, કાલુપુર ચોખા બજાર, કાલુપુર લાટ બજાર રેવડી બજાર સહિતની 100 કરતા વધારે વેપારીઓ બંધમાં જોડાયા હતા. તેમણે કહ્યું, જીવનજરૂરી વસ્તુઓ પર જીએસટી લાદવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર વધુ બોજ પડશે. નાના વેપારીઓને જીએસટી નંબર લઇને તેના ચોપડા મેઇન્ટન કરવા પડશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment