સરકારી અનાજનો જથ્થો ઝડપાયો:ઉમરેઠ એપીએમસીમાં પોલીસે દરોડો પાડ્યો, સરકારી ચોખાના 160 કટ્ટા ભરેલી ગાડી ઝડપી પાડી, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત - Alviramir

સરકારી અનાજનો જથ્થો ઝડપાયો:ઉમરેઠ એપીએમસીમાં પોલીસે દરોડો પાડ્યો, સરકારી ચોખાના 160 કટ્ટા ભરેલી ગાડી ઝડપી પાડી, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

આણંદ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઠાસરાના કંથરઇ ગામેથી અનાજ ભર્યું હોવાનું ચાલકની કબુલાત

ઉમરેઠ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી સરકારી ચોખાના અનાજના 160 કટ્ટા ભરેલી ગાડી પકડી પાડી હતી. આ દરોડામાં પોલીસે ગાડી સહિત કુલ રૂ.3.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પુછપરછમાં આ સરકારી ચોખા ઠાસરાના કંથરઇ ગામેથી આવ્યાં હોવાની આરોપીએ કબુલાત કરી હતી. ઉમરેઠ પોલીસ ગૌરીવ્રત નિમિત્તે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ કલરની ગાડીમાં મકાઇના જુદા જુદા માર્કાવાળી પ્લાસ્ટીકની કોથળીઓના કટ્ટામાં સરકારી અનાજના ચોખા ભરીને ઉમરેઠ માર્કેટયાર્ડમાં શાહ અલ્પેશકુમાર ચંપકલાલની દુકાને આવ્યાં છે.

ગાડી ચાલકની અટકાયત કરાઈ
આ બાતમી મળતાં ઉમરેઠ પોલીસે ટીમ બનાવી 16મીના રોજ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ટેમ્પાની ડ્રાઈવીંગ સીટ પર હાજર શખસની અટક કરી પુછપરછ કરતાં તે વિપુલ રાવજીભાઈ ભોઇ (રહે.જાગનાથ ભાગોળ, ઉમરેઠ) હોવાનું જણાવ્યું હતું. ટેમ્પા બાબતે પુછતાં તેમાં ચોખાના કટ્ટા ભર્યા છે, જે પોતે ઠાસરા તાલુકાના કંથરઇ ગામમાંથી ભરી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.
જરૂરી પુરાવા માંગતા સંતોષકારક જવાબ ન આપી શક્યો
આ અનાજનો જથ્થો ઉમરેઠના શેઠ અલ્પેશકુમાર ચંપકલાલ શાહએ કંથરઇ ગામમાં ભરવા મોકલ્યો હોવાનું પણ ઉમેર્યું હતું. આથી, પોલીસે વિપુલને સાથે રાખી ટેમ્પામાં તપાસ કરતાં સરકારી અનાજના ચોખાના કટ્ટા હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી નાયબ મામલતદારને રૂબરૂ બોલાવી ખાતરી કરી હતી. જેમાં પણ સરકારી અનાજના જ ચોખાના કટ્ટા હોવાનું નિષ્કર્ષ આવ્યું હતું. પોલીસે ટેમ્પામાં ભરેલા અનાજના જથ્થા અંગે જરૂરી પુરાવા બિલ માંગતા ચાલક કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો નહતો. આથી, પોલીસે સ્થળ પરથી જ ચોખાના 160 કટ્ટા (4060 કિલોગ્રામ) કિંમત રૂ.81,200 તથા ટેમ્પાની કિંમત 3 લાખ મળી કુલ રૂ.3,81,200નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી પુરવઠા અધિકારીને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment