સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ!:વલ્લભીપુરમાં 700 કિલો ઘઉં-ચોખા સહિતના અનાજના જથ્થા સાથે રીક્ષા ચાલક ઝડપાયો, મામલતદારે તપાસ હાથ ધરી - Alviramir

સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ!:વલ્લભીપુરમાં 700 કિલો ઘઉં-ચોખા સહિતના અનાજના જથ્થા સાથે રીક્ષા ચાલક ઝડપાયો, મામલતદારે તપાસ હાથ ધરી

ભાવનગર20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રીક્ષા સહિત રૂપિયા 93 હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર નગરપાલિકા વિસ્તારમાંથી સરકારી અનાજના જથ્થા સાથે બોટાદનો રિક્ષાચાલક ઝડપાયો હતો. વલ્લભીપુર મામલતદાર દ્વારા માલ વાહન રીક્ષા સહિત 700 કિલો ઘઉં-ચોખા અનાજનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. રીક્ષા સહિત રૂપિયા 93 હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

થોડા દિવસ પહેલા પણ અનાજનો જથ્થો પકડાયો હતો
ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર નગરપાલિકાનાં વોડ નંબર-1 માંથી 15 દિવસ પહેલા પણ અનાજનો જથ્થો પકડાયો હતો. વલ્લભીપુર અને મોણપુર ગામેથી આજે ફરીવાર અનાજનો જથ્થો ઝડપાયો હતો, જેમાં વલ્લભીપુર નગરપાલિકા વોડ નંબર-5 નાં પાટીવાડા વિસ્તારમાંથી અનાજનો જથ્થો ઝડપાયો હતો.

અનાજ ક્યાંથી આવ્યું તે તપાસ બાદ સામે આવશે
વલ્લભીપુર નગરપાલિકા વિસ્તારમાંથી અનાજનો જથ્થો પકડાતા તંત્રની પોલ ખૂલી છે અંત્યોદય યોજનામાં મળતા રેશનનો જથ્થો બારોબાર વેંચીને રોકડી કરતા ગ્રામીણોનો જથ્થો ઝડયાયો હતો. જેમાં બોટાદથી જથ્થો ખરીદવા આવેલા નઝીર હાશમ ગઢીયા નામના રિક્ષાચાલકને આશરે 700 કિલો ઘઉં-ચોખા અનાજના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક મામલતદાર બી.એન.કણઝરીયાને થતા માલ વાહન રીક્ષા સહિત રાશનનો જથ્થો કબજે કર્યો હતો અને રીક્ષા સહિત રૂપિયા 93 હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી. મામલતદાર દ્વારા સરકારી અનાજ ઝડપી હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. ક્યાંથી અનાજ આવ્યું એ વધુ તપાસમાં ખુલશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment