સરીસૃપો માટે વડોદરા સ્વર્ગ સમાન:વિશ્વામિત્રી નદી-ગ્રીન બેલ્ટના કારણે સાપ-મગરોને સારું વાતાવરણ મળ્યું, 20% ઝેરી સાપ ને 275 મગર માનવ વસ્તી વચ્ચે રહે છે - Alviramir

સરીસૃપો માટે વડોદરા સ્વર્ગ સમાન:વિશ્વામિત્રી નદી-ગ્રીન બેલ્ટના કારણે સાપ-મગરોને સારું વાતાવરણ મળ્યું, 20% ઝેરી સાપ ને 275 મગર માનવ વસ્તી વચ્ચે રહે છે

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Vishwamitri River green Belt Provides A Good Habitat For Snakes And Crocodiles, With 20 Percent Of The Venomous Snakes And 275 Crocodiles Living Among The Human Population.

વડોદરા19 મિનિટ પહેલા

ચોમાસાની સિઝન શરૂ થતાં જ વડોદરા શહેરમાં સાપ અને મગરો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. વિશ્વામિત્રી-મહી નદી અને ગ્રીન બેલ્ટના કારણે સાપ અને મગરોને વડોદરામાં સારું વાતાવરણ મળી ગયું છે. સરીસૃપો અને મગરો માટે વડોદરા શહેર સ્વર્ગ સમાન બની ગયું છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 275 જેટલા મગરો માનવ વસ્તીની વચ્ચે વસવાટ કરે છે.

સરીસૃપોને વડોદરાનું વાતાવરણ અનુકૂળ આવી ગયું છે
પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના અગ્રણી રાજ ભાવસારે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી અને ગ્રીન બેલ્ટના કારણે સરીસૃપોને સારું વાતાવરણ મળે છે. આપણા નદી કિનારે ડેન્સિટી નથી. અમદાવાદ અને સુરત કરતા વડોદરાનું વાતાવરણ સરીસૃપોને અનુકૂળ આવી ગયું છે. અવરનેશને કારણે પહેલા કરતા હવે કોલ વધારે મળી રહ્યા છે. લોકો સાપને મારતા નથી. પણ અમને કોલ કરે છે. રોજ અમને 3થી 4 કોલ મળે છે. વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી છે, જ્યારે 80 ટકા જેટલા સાપ બીન ઝેરી જોવા મળે છે. સૌથી વધુ સાપ ચોમાસામાં નીકળે છે. પછી ઉનાળમાં જોવા મળે છે અને શિયાળામાં સાપ દરમાં જતા રહે છે.

વિશ્વામિત્રી નદીમાં 275 જેટલા મગરો છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મગર પહેલા આજવા ડેમમાં હતા. ત્યાંથી પછી વિશ્વામિત્રી નદીમાં આવ્યા. વેમાલીથી તલસટ સુધીના 25થી 27 કિ.મી.ના વિસ્તારમાં 275 જેટલા મગરો છે અને હવે મગરો માણસો અને કૂતરા સહિતના પ્રાણીએ સાથે જીવતા શીખી ગયા છે.

ગુજરાતમાં સરીસૃપોની વસ્તી વડોદરામાં વધારે છે
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં સરીસૃપોની વસ્તી વડોદરામાં જ વધારે છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને જંગલને કારણે વન્ય જીવોને માનવ વસ્તીની વચ્ચે જીવી રહ્યા છે. હાલ સાપની મેટિંગ, બ્રિડિંગ અને ફિડિંગ સિઝન છે. જેથી હાલ સાપ વધારે જોવા મળે છે. અમે રોજના 25થી 30 જેટલા સાપ રેસ્ક્યૂ કરીએ છીએ અને છેલ્લા એક અઠવાડિયામાં 8થી 10 જેટલા મગરને રેસ્ક્યૂ કર્યાં છે. મગર એક રાતમાં 25 કિમી. સુધી ચાલીને રોડ પર બીજે જઈ શકે છે. ચોમાસામાં વરસાદની સ્થિતિમાં મગર સુરક્ષિત જગ્યાએ જવા માટે નદીમાંથી બહાર નીકળે છે અને રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે.

આપણે સાપના વિસ્તારમાં રહેવા માટે ગયા છીએ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકો એવુ કહે છે કે, અમારે ત્યાં સાપ બહુ આવે છે, પણ હકીકત એ છે કે, આપણે સાપના વિસ્તારમાં રહેવા માટે ગયા છીએ. જેથી હવે રહેણાંક વિસ્તારમાં સાપ પકડાય છે. સાપ પકડાય તો તમે અમને જાણ કરો. અમે સાપને રેસ્ક્યૂ કરીને લઈ જઈશું.

20 વર્ષમાં દેશમાં સાપ કરડવાથી 12 લાખ લોકોના મોત
દર વર્ષે સમગ્ર વિશ્વમાં 54 લાખ લોકોને સર્પદંશની એટલે કે સાપ કરડવાની ઘટના બનતી હોય છે. જેમાંથી આશરે 81,000થી 1.37 લાખ જેટલા કિસ્સામાં મૃત્યુ થાય છે. વિશ્વમાં સર્પદંશના 100 પૈકી 50થી વધારે કિસ્સા એકલા ભારતમાં બને છે. મુંબઈ સ્થિત ICMRની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થની માહિતી પ્રમાણે ભારતમાં વર્ષ 2000થી 2019 વચ્ચેના ગાળામાં એટલે કે, 20 વર્ષના ગાળામાં ભારતમાં સાપ કરડવાને લીધે આશરે 12 લાખ લોકોના મોત થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ દેશમાં સર્પદંશને હાઈ-પ્રાયોરિટી નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસિસ તરીકે ગણાવે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment