સહાયનું મોટું પેકેજ આપવા માંગ:નર્મદામાં ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની, નાંદોદ ધારાસભ્યએ ગામેગામ ફરી નુકસાનની માહિતી મેળવી - Alviramir

સહાયનું મોટું પેકેજ આપવા માંગ:નર્મદામાં ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની, નાંદોદ ધારાસભ્યએ ગામેગામ ફરી નુકસાનની માહિતી મેળવી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Due To Heavy Rains In Narmada, The Condition Of Farmers Became Miserable, Nandod MLA Received Information About The Damage Again From Village To Village.

નર્મદા (રાજપીપળા)32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એક-એક ખેડૂતને 5થી 10 લાખ રૂપિયા નુકસાન થયું
  • જરૂરિયાત મંદ લોકોની મદદ માટે નાંદોદ ધારાસભ્ય છેલ્લા ત્રણ ચાર દિવસથી દોડી રહ્યા છે

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીનાળા છલકાયા છે અને પૂરની પરિસ્થિતિથી પાંચેય તાલુકાનાં લોકોના ઘરોમાં પાણી ભરાયા જયારે લોકોના ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે હવે વરસાદના વિરામ બાદ પાણી ઓસરતાં રાજકીય પક્ષો જરૂરિયાત મંદોની મદદ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. નાંદોદ કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવા પોતાની ટીમ સાથે ગામડાઓમાં ફરીને નુકસાનની માહિતી મેળવી રહ્યા છે. અને જરૂરિયાત મંદ લોકોની મદદ માટે નાંદોદ ધારાસભ્ય છેલ્લા ત્રણ ચાર દિવસથી દોડી રહ્યા છે. અને અનાજની કીટો જરૂરી સમાન ગામડાઓમાં આપી રહ્યા છે.

સરકાર ઉદાર બનીને ખેડૂતોને સહાય કરે એવી માંગ
આ બાબતે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદે વિનાશ વોહોર્યો છે. જેમાં ગરીબોના ઘરમાં પાણી ઘૂસ્યા અને ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસતા ચારેકોર નુકસાની જ નુકસાની છે. ગત વર્ષે અનેક રજૂઆતો છતાં નર્મદા જિલ્લાને પૂરના રાહતમાંથી બાકાત રખાયો હતો. પરંતુ આ વર્ષે બહુજ નુકસાન થયું છે, ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ત્યારે મારી માંગ છે કે રાજ્ય સરકાર નર્મદા જિલ્લાના ખેડૂતોને સૌથી મોટું પેકેજ જાહેર કરે કેમ કે એક-એક ખેડૂતને 5થી 10 લાખ રૂપિયાનું હાલ નુકસાન થયું છે. એટલે સરકાર ઉદાર બનીને મારા ખેડૂતોને સહાય કરે એવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment