સાપ અંગે વિદ્યાર્થીમાં રહેલ ભય દુર કર્યો:લુણાવાડા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા “વર્લ્ડ સ્નેક ડે” અંતર્ગત જાગરુકતા કાર્યક્રમ યોજાયો - Alviramir

સાપ અંગે વિદ્યાર્થીમાં રહેલ ભય દુર કર્યો:લુણાવાડા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા “વર્લ્ડ સ્નેક ડે” અંતર્ગત જાગરુકતા કાર્યક્રમ યોજાયો

પંચમહાલ (ગોધરા)16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શિક્ષણની સાથે-સાથે પ્રકૃતિ તથા વન્યજીવ વિષયક શિક્ષણ પણ ખુબ અગત્યનું છે
  • વિદ્યાર્થીઓને સાપ વિષે જાણકારી મળે તે માટે માહિતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું
  • ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ તેમજ બિન ઝેરી સાપ વસવાટ કરે છે તેની માહિતી આપી

સાપ કે નાગ અંગે વિશ્વમાં અન્ય પ્રાણીઓની સરખામણીએ સૌથી વધુ ગેરમાન્યતા છે. તેથી સાપ અંગે ભ્રમણા દૂર કરવા જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 16મી જુલાઈ “વર્લ્ડ સ્નેક ડે”તરીકે ઉજવાય છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે. લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા ગુજરાત સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ(ગુજ્કોષ્ટ)ના માર્ગદર્શન હેઠળ કાર્યરત સંસ્થા છે. લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સમાજમાં સાચી સમજણ અને જે-તે પરિસ્થિતિની વાસ્તવિકતાને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા રજુ કરી જાગૃતતા લાવવાનું કાર્ય કરવામાં આવે છે.

વિશ્વમાં સાપની લગભગ 3458 પ્રજાતિઓ છે
લોક વિજ્ઞાન કેન્દ્રના હાર્મિત પટેલે એ જણાવ્યું હતું કે, અત્યારે વિશ્વમાં સાપની લગભગ 3458 પ્રજાતિઓ છે. ઉત્તરી કેનેડાના હિમ વિસ્તાર ટુંડ્રાથી લઈ એમેઝોનના જંગલો અને દરેક રણ અને મહાસાગરમાં સાપ જોવા મળે છે. સાપ શિકારી જીવ છે, જે પર્યાવરણમાં સંતુલન રાખવા મહત્વની ભૂમિકા ભજવે છે. ઉલ્લેખનીય છે કે, આપણી આસપાસ જોવા મળતા તથા વસતા સરીસૃપ, વન્યજીવોનું આપણે કઈ રીતે સંરક્ષણ કરી શકીએ તે વિષે ઇન્ફીનિટી સ્કુલ, લુણાવાડા ખાતે “વર્લ્ડ સ્નેક ડે”ના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ મહીસાગર અને લોક વિજ્ઞાન કેન્દ્ર-ગોધરા અને વન વિભાગ મહીસાગર દ્રારા ગુજરાતના સાપ વિશે શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વન્યજીવ વિષયક શિક્ષણ પણ આવનારી પેઢી માટે ખુબ અગત્યનું છે
ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મયુરભાઇ પ્રજાપતિએ સાપની વિસ્તૃત માહિતી આપી હતી. જેમ કે ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ તેમજ બિન ઝેરી સાપ વસવાટ કરે છે? સાપ કરડે તો શુ કરવું અને આપણી આસપાસ સાપ જોવા મળે તો શુ કરવું, તેમજ “ગુજરાતની પ્રકૃતિ અને વન્યજીવોને બચાવો”નું સૂચન આપ્યું હતું. તેમજ વિદ્યાર્થીનો ડર દૂર થાય તેવા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. શિક્ષણની સાથે-સાથે પ્રકૃતિ તથા વન્યજીવ વિષયક શિક્ષણ પણ આવનારી પેઢી માટે ખુબ અગત્યનું છે, તેમ જણાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સાપ વિષે જાણકારી મળે તે માટે માહિતી પુસ્તિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના કાર્યકારી પ્રમુખશ્રી ડૉ. સુજાત વલી સાહેબના સહયોગથી યોજવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમનો સહયોગ સાંપડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment