સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ખરાબ:પાટણ-ચાણસ્મા હાઇવેથી હારીજને જોડતા રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્યં, વાહનચાલકો પરેશાન - Alviramir

સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ખરાબ:પાટણ-ચાણસ્મા હાઇવેથી હારીજને જોડતા રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્યં, વાહનચાલકો પરેશાન

પાટણ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે

પાટણના ચાણસ્મા હાઇવેથી હારીજને જોડતા બોડીયા ત્રણ રસ્તાની હાલત સામાન્ય વરસાદમાં જ કાદવ કીચડથી લથપથ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી આ સમસ્યાને લઇ અહીંથી પસાર થતા નાના-મોટા વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ માર્ગ પર વોર્ડ નં.9ના સુધરાઈ સભ્ય અને પક્ષના નેતાનો પ્લાન્ટ તેમજ પાટણના સાંસદનું કાર્યાલય આવેલું છે.

હાઇવે માર્ગ પર કાદવ કીચડ
પાટણ શહેરમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટામાં હારીજ બોડીયા ત્રણ રસ્તાથી કુણઘેરને જોડતા હાઇવે માર્ગ પર કાદવ કીચડ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈ વાહન ચાલકોને ખુબ હાલાકી પડી રહી છે.
સમસ્યાનું નિરાકરણ લાવવા માગ
આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ રસ્તાઓની દુર્દશા પ્રત્યે નારાજગી વ્યકત કરી હતી. માર્ગ પરથી પસાર થતા મગનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ બોડીયા રોડ પર કાદવ કીચડ તો છે જ સાથે આ રોડથી રાજપુર રોડ ઉપર મોટા ખાડા પણ એટલા જ પડ્યા છે. ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા આ ખાડા અને કાદવ કીચડ હટાવવામાં આવે તેવી માગ છે. નોંધનીય છે કે, પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં માત્ર આભાસી વિકાસની વાતો કરવામાં આવતી હોય તેવું આ રોડ રસ્તાની હાલત પરથી જોઇ શકાય છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment