સારવાર:લમ્પી સ્કિન રોગથી અત્યાર સુધીમાં કુલ 55 ગૌવંશના મોત - Alviramir

સારવાર:લમ્પી સ્કિન રોગથી અત્યાર સુધીમાં કુલ 55 ગૌવંશના મોત

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં લમ્પી સ્કિનના રોગગ્રસ્ત ગૌવંશની સંખ્યા 208એ પહોંચી, આઇસોલેશન હેઠળ 129 ગૌવંશની સારવાર ચાલી રહી છે

લમ્પી સ્કિન રોગને કારણે અત્યાર સુધીમાં કુલ 55 ગૌવંશના મોત થયા છે. આ રોગગ્રસ્ત ગૌવંશની સંખ્યા 208એ પહોંચી છે. હાલ આઇસોલેશનમા 129 ગૌવંશ સારવાર હેઠળ છે.પોરબંદર શહેરમાં લમ્પી સ્કિન રોગ વકરી રહ્યો છે. રોગગ્રસ્ત પશુઓમાં વધુ પડતા પશુઓ માલિકીના જોવા મળે છે. પશુ માલિકો રોગગ્રસ્ત ગૌવંશને બહાર છોડી મૂકે છે જેથી આ રોગનું સંક્રમણ વધ્યું છે તેવું પશુપાલન વિભાગે જણાવ્યું હતું. મહત્વની વાત એ છેકે, હાલ શહેરમાં અનેક ગૌવંશ લમ્પી સ્કિન રોગની ઝપેટમાં ચડયા છે. અને અનેક રોગગ્રસ્ત પશુઓ રસ્તે રઝડે છે જેમાં મોટાભાગના ગૌવંશ માલિકીના છે.

આ રોગને કારણે 55 ગૌવંશના મૃત્યુ થયા છે. જે આંકડો ચિંતાજનક છે. આ રોગનો આંકડો 208 સુધી પહોંચી ગયો છે. હાલ જીઆઇડીસી ખાતે આવેલ આઇસોલેશન વિભાગમાં 129 ગૌવંશ સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. રોગગ્રસ્ત પશુઓ સાજા થતા કુલ 24 પશુને રિલીઝ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, રોગગ્રસ્ત પશુઓને શહેર માંથી આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે લાવવા પાલિકા દ્વારા 1 વાહન અને ટીમ ફાળવવામાં આવી છે. 24 કલાક વાહન અને વધુ ટીમની જરૂર છે તેવું જીવદયાપ્રેમી ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે.

રોગગ્રસ્ત ગૌવંશને સ્થળ પર સારવાર શરૂ કરાઈ
લમ્પી સ્કિન રોગ વકરી રહ્યો છે અને શહેરમાં રોગગ્રસ્ત ગૌવંશ નજરે ચડે છે. માલિકીના પશુઓ વધુ છે. ત્યારે આઇસોલેશન ખાતે જગ્યા ટૂંકી પડે છે અને કેટલાક ગૌવંશ આ રોગને કારણે ઉભા થઇ શકતા નથી. આવા પશુઓને સારવાર માટે લઈ જવા મુશ્કેલ બને છે તેવા સંજોગોમાં સ્થળ પર જ પશુઓની સારવાર શરૂ કરવામાં આવી છે. 15 થી વધુ ગૌવંશની સ્થળ પર સારવાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment