સાવચેતી:પોરબંદરથી પશ્ચિમ દિશામાં 70 કિમી દૂર સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું - Alviramir

સાવચેતી:પોરબંદરથી પશ્ચિમ દિશામાં 70 કિમી દૂર સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું

પોરબંદર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ડિપ્રેશનને લીધે આવનારા 2 દિવસ સુધી સમુદ્ર તોફાની બને તેવી શકયતા

પોરબંદરથી પશ્ચિમ દિશામાં 70 કીમી દૂર અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. જે ડિપ્રેશન આવતા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના બંદર તરફ આગળ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ ડિપ્રેશનને લીધે આવનારા 2 દિવસ સુધી સમુદ્ર તોફાની બને તેવી શકયતા દર્શાવાઇ છે.

હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં આજે સવારે 8.30 કલાકે ડિપ્રેશન સર્જાયું છે જે પોરબંદરથી પશ્ચિમ દિશામાં 70 કીમી દૂર છે જયારે ઓખાથી દક્ષિણ દિશામાં 190 કીમી અને નલીયાથી પણ દક્ષિણ દિશામાં 190 કીમી દૂર છે. આ ડિપ્રેશન કરાચીથી 410 કીમી દૂર છે તેમજ આવતા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે.

જેને લીધે રવિવાર અને સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએ વરસાદ થાય તેવી શકયતા સર્જાઇ છે. તેમજ આ બે દિવસ સુધી દરિયામાં 45 થી 50 કીમીની ઝડપે પવન ફુંકાય અને તે વધીને 60 થી 70 કીમી સુધીની ઝડપ પકડે તેવી શકયતા દર્શાવાઇ છે. 48 કલાક બાદ આ ડિપ્રેશન ઓમાન તરફ જશે તેવી આગાહી કરવામાં આવી છે. રવિવાર અને સોમવારના 2 દિવસ સુધી આ ડિપ્રેશનને લીધે ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને કર્ણાટકનો દરિયો તોફાની બને તેવી શકયતાને લીધે માછીમારોને દરિયામાં ન જવા સાવચેત કરાયા છે.

ડિપ્રેશન વચ્ચે પોરબંદર શહેરમાં નહીંવત વરસાદ
અરબી સમુદ્રમાં આજે સવારે પોરબંદરથી 70 કીમી દૂર ડિપ્રેશન સર્જાયું હોવા છતાં પોરબંદરમાં આજે નહિવત વરસાદ નોંધાયો હતો. જીલ્લામાં અલગ અલગ જગ્યાએ છાંટાછૂટી થઇ હતી. અત્યાર સુધીમાં પોરબંદર જીલ્લામાં મોસમનો કુલ વરસાદ પોરબંદર તાલુકામાં 476 મીમી (66.85 ટકા), કુતિયાણામાં 661 મીમી (84.10 ટકા) અને રાણાવાવમાં 711 મીમી (89.66 ટકા) નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment